fbpx

જન વિશ્વાસ બિલ: હવે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરો તો જેલ નહીં થાય, ફક્ત..

Spread the love
જન વિશ્વાસ બિલ: હવે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરો તો જેલ નહીં થાય, ફક્ત...

લોકસભામાં જન વિશ્વાસ સુધારા બિલ પસાર થઇ ગયું છે હવે રાજ્યસભામાં પાસ થયા પછી ગેઝેટ નોટિફિકેશન બહાર પડશે અને કાયદો અમલમાં આવશે. આ બિલમાં 717 એવી જેલની સજા હતી જેને હટાવી દેવામાં આવી છે. હવે નાના નાના ગુનાઓમાં માત્ર દંડ કે ચેતવણી આપીને છોડીને દેવામાં આવશે. મોટા અને ગંભીર ગુનાઓમાં એ જ કડક કાયદાઓ ચાલુ રહેશે.

જે સુધારા કરાયા છે તેમાં એક ખાસ સુધારો એ છે કે હવે સરકારી જમીન કે સરકારી પ્રોપર્ટી પર ગેરકાયદે કબ્જો કર્યો હશે તો જેલની હવા નહીં ખાવી પડશે પણ દંડ મોટો લાગુ કરવામાં આવ્યો છે. સરકારી જમીન કે પ્રોપર્ટી ગેરકાયદે કબ્જે કરનારે હવે લાયસન્સ ફીથી 40 ગણો દંડ ભરવો પડશે અને જો એક મહિનામાં દંડ નહીં ભરશે તો દર મહિને 10 ટકા વધતા જશે. પણ મેજીસ્ટ્રેટને તાત્કાલિક આવી જગ્યાઓ ખાલી કરાવવા માટેની સત્તા આપવામાં આવી છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!