fbpx

ગડકરીએ હાઇવે માટેના નિયમોમાં ફેરફાર કર્યા, નવા હાઇવેની મંંજૂરી મળે પહેલા 100% જમીન સંપાદન પૂર્ણ કરવું જરૂરી અને…

Spread the love
ગડકરીએ હાઇવે માટેના નિયમોમાં ફેરફાર કર્યા, નવા હાઇવેની મંંજૂરી મળે પહેલા 100% જમીન સંપાદન પૂર્ણ કરવું જરૂરી અને...

છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં ઝડપથી હાઇવે અને એક્સપ્રેસવેને બનાવવામાં આવ્યા છે. આનાથી ટ્રાફિક જામમાં રાહત મળી છે, તેની સાથે સાથે આવવા જવામાં પણ સરળતા આવી છે. જોકે, સરકારે હવે હાઇવે બાંધકામ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સને મંજૂરી મળે તે પહેલાં 100 ટકા જમીન સંપાદન પૂર્ણ કરવું આવશ્યક છે. તેમણે બતાવ્યું કે હાઇવે બાંધકામ દરમિયાન જમીન સંપાદનના મુદ્દાઓ મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે.

Nitin-Gadkari3

ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, હાઇવે મંત્રાલય પાસે રૂ. 15 લાખ કરોડની હાઇવે સંપત્તિ છે. આ સંપત્તિઓને રોકડમાં રૂપાંતરિત કરીને, ખુબ મોટું ભંડોળ એકત્ર કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સમાં સૌથી મોટા પડકારો જમીન સંપાદન, વન વિભાગની મંજૂરી અને પર્યાવરણીય મંજૂરી છે. કોઈપણ પ્રોજેક્ટમાં આવા અવરોધો આવવાથી કામ પૂરું થવામાં વિલંબ થઇ જાય છે. આ અગાઉ, સરકારે એક નિયમ સ્થાપિત કર્યો હતો કે, 90 ટકા જમીન સંપાદિત થયા પછી જ નવો પ્રોજેક્ટ શરૂ થવો જોઈએ. જો કે, આ નિયમ પણ કામ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ ઉભી કરે છે.

Nitin-Gadkari

નવા નિયમના અમલીકરણ અંગે, ગડકરીએ જણાવ્યું હતું કે, 100 ટકા જમીન સંપાદન ન થાય ત્યાં સુધી, ‘નિયુક્ત તારીખ’ એટલે કે બાંધકામ શરૂ કરવા માટેની ઔપચારિક તારીખ આપવી જોઈએ નહીં. ‘નિયુક્ત તારીખ’નો અર્થ જમીન સંપાદન અને હાઇવે બાંધકામ માટે અન્ય તમામ મંજૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થઇ ગઈ છે તેવો થાય છે. જો બધી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી બાંધકામ શરૂ થાય છે, તો તે વિવાદો ઘટાડશે અને હાઇવે બાંધકામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તેની ખાતરી કરશે.

Nitin-Gadkari4

ગડકરીએ જણાવ્યું હતું કે, DPR તૈયાર કરનારા સલાહકારો હાઇવેની નબળી ગુણવત્તા માટે જવાબદાર છે. તેમણે સૂચન કર્યું હતું કે, નિવૃત્ત NHAI અધિકારીઓએ DPR તૈયાર કરતી કંપનીઓ સ્થાપિત કરવા માટે તેમના અનુભવનો ઉપયોગ કરવો જોઈએ. DPR કોઈપણ રોડ પ્રોજેક્ટ માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ હોય છે. તેમાં બધી તકનીકી, નાણાકીય અને લોજિસ્ટિકલ વિગતો આપેલી હોય છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!