fbpx

કોકિલાબેન બાધા લીધેલી- જ્યાં સુધી ભાજપ ટિકિટ ન આપે, ત્યાં સુધી પગરખાં નહીં પહેરું’, 5 વર્ષ ઉઘાડા પગે ફર્યા અને હવે ભાજપે આપી ટિકિટ

Spread the love
કોકિલાબેન બાધા લીધેલી- જ્યાં સુધી ભાજપ ટિકિટ ન આપે, ત્યાં સુધી પગરખાં નહીં પહેરું’, 5 વર્ષ ઉઘાડા પગે ફર્યા અને હવે ભાજપે આપી ટિકિટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે ઘણી બાબતે ચર્ચાસ્પદ રહી છે. કોઈક પાર્ટીએ પાથરણા પાથરીને જીવનગુજરાન ચલાવતી મહિલાને ટિકિટ આપી છે. તો આ ચૂંટણીમાં એક જ ઘટના બે લોકો અલગ-અલગ પાર્ટીમાંથી લડી રહ્યા છે. આવી ઘણી બાબતો આ વખતે ચર્ચાનો વિષય રહી છે. ત્યારે આમાં વડોદરાના કોકિલાબેન પવાર પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. આનું કારણ એ છે કે ભાજપના પાયાના કાર્યકર કોકિલાબેન પવારે વર્ષ 2015માં ટિકિટ ન મળતા અઘરી બાધા લીધી હતી.

kokilaben2

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કોઈ પણ ઋતુ હોય કોકિલાબેન ઉઘાડા પગે ફરતા. આ ઘટનાક્રમની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. તેમને ટિકિટ ન મળતા તેમણે એવી બાધા લીધી હતી કે, ‘જ્યાં સુધી પક્ષ ટિકિટ નહીં આપે, ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરું.’ જાહેર જીવનમાં સક્રિય મહિલા માટે કોઈ પણ ઋતુમાં ઉઘાડા પગે ફરવું એ શારીરિક અને સામાજિક બંને રીતે પડકારજનક હતું. એક બાદ દિવસો વિતતા ગયા, વર્ષો પણ વીતતા ગયા પરંતુ કોકિલાબેનો નિર્ણય ન બદલાયો.

વડોદરાના રાજકારણમાં તેઓ ચર્ચા અને ક્યારેક ‘હાંસી’નું પાત્ર પણ બન્યા. કેટલાક લોકોએ તેને ‘ટિકિટ મેળવવાનું ગાંડપણ’ ગણાવ્યું, પરંતુ તેમના માટે આ માત્ર જિદ નહીં પણ ધ્યેય પ્રત્યેની એકાગ્રતા હતી. 2020માં એક સામાજિક પ્રસંગમાં તેમના પગમાં કાચ વાગતા ઊંડો ઘા પડ્યો હતો. લોહીલુહાણ હાલત અને અસહ્ય પીડા જોઈ પરિવારે તેમને બાધા છોડવા વિનંતી કરી. અંતે, સ્વાસ્થ્યના હિતમાં અને સ્વજનોના આગ્રહને વશ થઈ તેમણે પગરખાં પહેરવાનું શરૂ કર્યું પરંતુ, પક્ષ માટેની તેમની મહેનત અને આશા જીવંત રહી.

kokilaben

તેમની પાંચ વર્ષની આ આકરી તપસ્યા અને નિઃસ્વાર્થ સેવાની નોંધ ભાજપના મોવડી મંડળે પણ લીધી. હવે કોકિલાબેનને આ ‘તપસ્યા’નું ફળ મળ્યું છે અને ભાજપે 2026ની ચૂંટણીમાં ટિકિટ આપી છે. કોકિલાબેન હવે ઉત્સાહભેર પ્રચાર કાર્યમાં જોતરાયા છે. કોકિલાબેન પવારે જણાવ્યું હતું કે, ‘હું 25 વર્ષથી ભાજપમાં કાર્યકર તરીકે કાર્ય કરું છુ. પાર્ટીએ આજે મારા જેવી નાની કાર્યકારને ખૂબ મોટી જવાબદારી સોંપી છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!