fbpx

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી

Spread the love
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી

સુરતમાં વધુ એક ફેકચટરીમાંથી નકલી પનીર પકડાયું છે, આમ તો છેલ્લા ઘણા સમયથી સુરતમા નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે, પરંતુ કાયદાની માયાજાળ એવી છે કે આરોપીઓને કશું થતું નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રહે છે.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે 3 માર્ચે પાંડેસરાની મહેશ શર્માની ફેકટરીમાંથી પનીરના સેમ્પલ લીધા હતા જેનો રિપોર્ટ આવી ગયો છે અને પનીર નકલી હોવાનું સાબિત થતા પોલીસની મદદથી 1400 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ પહેલા સુરતના અડાજણની સુરભી ડેરીમાંથી પણ નકલી પનીર પકડાયું હતું, પરંતુ આજે સુરભી ડેરી ફરી ચાલુ થઇ ગઇ છે.કાયદા એવા છે કે આરોપીઓને તરત જામીન મળી જાય છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

error: Content is protected !!