fbpx

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

Spread the love
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (Strait of Hormuz) હાલમાં વ્યવહારિક રીતે બંધ હોવાથી તેની અસર આગામી મહિનાઓ જ નહીં, પણ વર્ષો સુધી વર્તાશે.

07

ફોર્જિયોને ‘અલ જઝીરા’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જો આ માર્ગ આવતીકાલે ખોલી દેવામાં આવે તો પણ તે પહેલાની જેમ પૂરી ક્ષમતાથી કામ કરી શકશે નહીં. માર્સ્ક (Maersk), MSC, હેપેગ-લોયડ અને CMA CGM જેવી વિશ્વની મોટી શિપિંગ કંપનીઓએ તેમના જહાજોના રૂટ બદલી નાખ્યા છે. લાંબા સમયના પ્રવાસ અને વધતા ખર્ચને કારણે કંપનીઓએ આ નુકસાન સ્વીકારી લીધું છે, જેનો બોજ અંતે ગ્રાહકો પર જ આવશે. શિપિંગ કંપનીઓમાં ફરીથી સુરક્ષાનો વિશ્વાસ જગાડવા માટે વર્ષો લાગી શકે છે. તેને માટે ખૂબ મોટા સુરક્ષા આશ્વાસનની જરૂર પડશે.

06

તેમણે જણાવ્યું કે છેલ્લા થોડા સમયની ઘટનાઓએ સાબિત કર્યું છે કે ઈરાને આ દરિયાઈ માર્ગને બંધ કરવા માટે તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાની જરૂર નથી. માત્ર સુરંગો (mines), ડ્રોન અને મિસાઈલનો ડર જ વૈશ્વિક શિપિંગને થંભાવી દેવા માટે પૂરતો છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!