fbpx

બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

Spread the love
બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

23 તારીખે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળ જ્યાં ચૂંટણીઓ માત્ર બે 23 એપ્રિલ અને 29 એપ્રિલ આમ તબક્કામાં યોજાશે. આ પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં 25 વર્ષમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 2006માં 5 તબક્કામાં, 2011માં 6 તબક્કામાં, 2016માં 7 તબક્કામાં, 2021માં 8 તબક્કામાં મતદાન થયું હતું. પરંતુ હવે, 2026માં માત્ર 2 તબક્કામાં મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી ચૂંટણીમાં હિંસાનો ઇતિહાસ રહ્યો છે. આવું જ બિહાર અને ઉત્તર પ્રદેશનો પણ ઇતિહાસ છે, પરંતુ, થોડા મહિના અગાઉ યોજાયેલી બિહાર ચૂંટણી દરમિયાન એક પણ બૂથ પર ફરીથી મતદાનની જરૂર પડી નહોતી. કહેવાનો અર્થ છે કે ચૂંટણી દરમિયાન જાતિ આધારિત સંઘર્ષના બનાવોમાં હવે મોટો ઘટાડો થયો છે.

TMC BJP

બંગાળમાં હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે

ભૂતકાળની ઘણી ચૂંટણીઓ દરમિયાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા થઇ, પરંતુ તે સમયે મમતા બેનર્જી ડાબેરી પક્ષો સામે લડી રહ્યા હતા. તે સમયે ડાબેરી પક્ષોના કાર્યકરો અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે સત્તા માટે રસ્તા પર ભીષણ લડાઈઓ થતી હતી. જો કે, પરિસ્થિતિ હવે બદલાઇ ગઈ છે; ડાબેરી પક્ષો હવે ક્યાંય નથી રહ્યા, અને ભૂતકાળમાં જે સત્તા માટે સંઘર્ષવાળી વાત હતી તે હવે નથી.

આજ મોટું કારણ છે, જેને કારણે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ફક્ત બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. સુરક્ષાની બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે; પશ્ચિમ બંગાળમાં અર્ધલશ્કરી દળોની 480 કંપનીઓ અત્યારથી જ તૈનાત છે, અને ચૂંટણી શરૂ થાય ત્યાં સુધીમાં અર્ધલશ્કરી દળોના જવાનોની વધુ મોટી ટુકડી રાજ્યમાં મોકલવામાં આવશે.

51

ઓછા તબક્કાઓથી કોને ફાયદો થાય છે?

હવે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ઓછા તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવાથી કોને ફાયદો થાય છે? આમ જોઈએ તો જે પક્ષ સત્તામાં રહે છે, તેને હંમેશાં ફાયદો મળે છે, કારણ કે તે પોતાના ઢંગે કાર્ય કરવાની ક્ષમતા રાખે છે. તૃણમૂલ કોંગ્રેસ દરેક તબક્કામાં જે પોતાના કોડર દરેક જગ્યાએ મોકલતી હતી, તે કદાચ આ વખત ન કરી શકે. પરંતુ, ચૂંટણીની જાહેરાત અગાઉ, મમતા બેનર્જીએ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાથી લઈને અન્ય વિવિધ પહેલ સુધીની અનેક યોજનાઓની જાહેરાત કરી હતી.

TMC BJP

ચૂટણી બે તબક્કામાં હોય કે આઠ તબક્કામાં પશ્ચિમ બંગાળની ચૂંટણી હંમેશાં તમને આશ્ચર્યચકિત કરે છે. આ વખતે પણ એ જોવાનું રહેશે કે ભાજપ પોતાની બેઠકો વધારે છે કે તૃણમૂલ કોંગ્રેસ. મમતા બેનર્જીએ SIRની લડાઈ ચારેય તરફ લડી છે. આંદોલન દ્વારા પશ્ચિમ બંગાળમાં, કાયદાકીય માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં તેમણે વ્યક્તિગત રીતે વકીલ તરીકે દલીલ કરી હતી; અને સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરીને. આ વખતે ભાજપ પશ્ચિમ બંગાળમાં પૂરી તાકત લગાવી રહી છે, અને મમતા બેનર્જી પણ પાછળ હટવા તૈયાર નથી. એટલે, પશ્ચિમ બંગાળની આ ચૂંટણી પર બધાની નજરો છે. બધા તેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!