fbpx

સુરત SOGએ 1.7 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય સહિત ત્રણને દબોચ્યા

Spread the love

સુરત SOGએ 1.7 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય સહિત ત્રણને દબોચ્યા

સુરત SOGએ સોમવારે 3 શખ્શોને ડિંડોલી વિસ્તારમાંથી 1.07 કરોડની પ્રતિબંધિત  વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપી પાડ્યા હતા. આ કિસ્સામાં પકડાયેલા મુખ્ય આરોપીઓમાંથી એક અમરીશ મિશ્રા B.Com સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપકાર્તમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. તેની સાથે બે રિક્ષાચાલકો પણ આ ગેરકાયદેસર વેપારમાં છપડાયેલા હતા. પોલીસે બાતમીના આધારે ભરૂચના માછીમારો પાસેથી મેળવેલા આ કિંમતી પદાર્થને સુરતમાં વેચવા નીકળેલી આ ટોળકીનો પર્દાફાશ કર્યો હતો અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરત SOGના DCP રાજદીપ સિંહ નકુમ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં RJD બિઝનેસ પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ યુવાનો પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં 1.071 કિલોગ્રામ વજનનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. FSL અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ પદાર્થ કિંમતી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાની પુષ્ટિ થઈ હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 1.07 રૂપિયાથી વધુ છે.

surat-SOG1

પોલીસે સ્થળ પરથી દબોચેલા ત્રણ આરોપીઓની ઓળખ અમરીશ જયપ્રકાશ મિશ્રા, સોનુ ઉર્ફે બબલુ દેવીપ્રસાદ ઉપાધ્યાય અને સંદીપ ક્રિપાશંકર ઉપાધ્યાય તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ માલ તેમને ભરૂચના કાવી કંબોઈ વિસ્તારના માછીમારો ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાએ આપ્યો હતો. અમરીશ મિશ્રા આ ધીરુનો બનેવી થાય છે અને તે છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ગ્રાહકની શોધ કરી રહ્યો હતો.

સુરત પોલીસના DCP રાજદીપ સિંહ નકુમે સિંહે જણાવ્યું હતું કે, ‘ત્રણ મહિના અગાઉ ભરૂચના બે માછીમારોએ એમ્બરગ્રીસ વેચવા માટે એમરીશને આપ્યું હતું. એક અઠવાડિયાથી સુરત વેચવા માટે ફરતા હતા અને SOGએ પકડી પાડ્યા. તેમણે લોકોને ચેતવણી આપી છે કે, ટૂંકી મહેનતે પૈસા કમાવવાની લાલચમાં યુવાનો પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે, પરંતુ પોલીસ આવી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરશે નહીં અને કડક પગલાં લેશે.

surat-SOG2

ભારતમાં વ્હેલ માછલી એક સુરક્ષિત પ્રજાતિ છે અને તેના કોઈપણ અંગ કે પદાર્થનો વેપાર કરવો એ ‘વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972’ હેઠળ ગંભીર ગુનો છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગ (ડુમ્મસ) ને સોંપવાની તજવીજ કરી છે. હાલમાં મુખ્ય માછીમારો ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

શું છે એમ્બરગ્રીસ?

એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાં બનતો એક મીણ જેવો પદાર્થ છે. જ્યારે વ્હેલ માછલી તેને ઉલ્ટી દ્વારા બહાર કાઢે છે, ત્યારે તે દરિયામાં તરતો જોવા મળે છે. શરૂઆતમાં દુર્ગંધ મારતો આ પદાર્થ વર્ષો સુધી દરિયાના પાણી અને સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી સુગંધિત બની જાય છે. વિશ્વના સૌથી મોંઘા પરફ્યુમમાં ‘ફિક્સેટિવ’ તરીકે તેનો ઉપયોગ થતો હોવાથી તેને ‘તરતું સોનું’ પણ કહેવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!