fbpx

પ્રાંતિજ પોલીસે પાસા હેઠળ ફરાર આરોપી ઝડપાયો, ભાવનગર જેલમાં મોકલાયો

Spread the love

પ્રાંતિજ પોલીસે પાસા હેઠળ ફરાર આરોપી ઝડપાયો, ભાવનગર જેલમાં મોકલાયો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસે પાસા હેઠળ ફરાર આરોપી કિશનકુમાર કીરીટજી મકવાણાને મજરા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી માટે મંજૂરી મળ્યા બાદ પોલીસ તેની હિલચાલ પર નજર રાખી રહી હતી. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે દારૂના ધંધા સામે કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!