fbpx

બિહારી છોકરીને ઇન્સ્ટા પર પ્રેમ થયો અને તેણે સુરતમાં આવી લગ્ન કર્યા; હવે તેનો પતિ ફરાર થઇ ગયો!

Spread the love

બિહારી છોકરીને ઇન્સ્ટા પર પ્રેમ થયો અને તેણે સુરતમાં આવી લગ્ન કર્યા; હવે તેનો પતિ ફરાર થઇ ગયો!

એક છોકરી અને એક છોકરો, તેઓ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમમાં પડ્યા, પછી છોકરી કોઈને કહ્યા વગર ગુજરાતના સુરતમાં આવીને ત્યાં એક મંદિરમાં લગ્ન કરી લીધા. તેનો પતિ તેને સુરતથી મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશને લઇ આવ્યો, પછી તેને એક ટેમ્પોમાં બેસાડીને ત્યાંથી ભાગી ગયો. જ્યારે યુવતી તેના પતિના ઘરે પહોંચી, ત્યારે તેના સાસરિયાઓએ તેને રાખવાનો ઇનકાર કર્યો. હવે, તે તેના સાસરિયાના ઘરે રહેવાની જીદ પર અડી ગઈ છે. આ ઘટના બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના પતાહી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોનાહી ગામમાં બની હતી. મહિલા કહે છે કે, તેને ઇન્સ્ટાગ્રામ પર ગોનાહી ગામના એક યુવાન સાથે પરિચય થયો હતો, જે ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગયો હતો. તેઓ બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. આ દરમિયાન, યુવતીના લગ્ન નક્કી થઇ ગયા. આ વાતની જ્યારે તેના પ્રેમીને ખબર પડી, ત્યારે તેણે તેને તેની સાથે લગ્ન કરવા માટે ગુજરાતના સુરત બોલાવી હતી.

05

આટલું જ નહીં, પ્રેમીએ યુવતીને ધમકી આપી કે, જો તે સુરત નહીં આવે તો તે આત્મહત્યા કરી લેશે. તેના પ્રેમીની આવી વાતોમાં આવીને તે યુવતીએ સુરત આવવા માટે ટ્રેન પકડી. મહિલાના જણાવ્યા મુજબ, તેમણે 15 દિવસ પહેલા સુરતના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારપછી તે યુવકે તેને સુરતમાં ગેસની અછત વિશે જાણ કરી અને કહ્યું કે તેઓ બીજી જગ્યાએ જઈને ત્યાં કામ કરશે. યુવકે પ્રેમિકામાંથી પત્ની બનેલી તે યુવતીને વિશ્વાસમાં લઈને ટ્રેન દ્વારા મુઝફ્ફરપુર લઈ ગયો.

ત્યારપછી પ્રેમીએ એક ઓટો-રિક્ષા ડ્રાઈવરને પોતાના ઘરનું સરનામું આપ્યું અને તે યુવતીને ઓટો-રિક્ષામાં બેસાડી અને પછી તે ખુદ ગાયબ થઈ ગયો. બુધવારે સવારે જ્યારે તે પતાહીના ગોનાહીમાં તે યુવકના ઘરે પહોંચી ત્યારે હોબાળો મચી ગયો. યુવકના પરિવારે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો, પરંતુ મહિલા ત્યાં જ રહેવાની જીદ પર અડી રહી હતી. તે તેના પતિનું નામ લડ્ડુ જણાવી રહી છે. તે હવે એમ પણ કહે છે કે તે કોઈપણ ભોગે તેના સાસરિયાઓ સાથે જ રહેશે. હાલ પૂરતી હવે ભીડ અહીંયા એકઠી થઈ ગઈ છે. મહિલા શિવહર જિલ્લાના પીપરાહી વિસ્તારના ઉકના ગામની રહેવાસી છે. આ ઘટનાએ આખા ગામમાં વ્યાપક ચર્ચા જગાવી છે.

Leave a Reply

error: Content is protected !!