fbpx

USના 3 રાષ્ટ્રપતિઓએ ઈરાન સાથે યુદ્ધની ઓફર ફગાવી દીધી હતી; પણ ઈઝરાયલે ટ્રમ્પને ફસાવી દીધા

Spread the love

USના 3 રાષ્ટ્રપતિઓએ ઈરાન સાથે યુદ્ધની ઓફર ફગાવી દીધી હતી; પણ ઈઝરાયલે ટ્રમ્પને ફસાવી દીધા

ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ ઇઝરાયલે ઇરાન યુદ્ધનો પ્રસ્તાવ ત્રણ અન્ય અમેરિકી રાષ્ટ્રપતિઓ આપ્યો હતો. તે સમયે ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિઓ જ્યોર્જ બુશ, બરાક ઓબામા અને જો બાઇડેન ત્રણેયે એક સ્વરમાં જવાબ આપ્યો હતો- ‘NO’. ત્રણેય ઈરાન સામે યુદ્ધ ઇચ્છતા નહોતા, કારણ કે તેઓ માનતા હતા કે શાંતિપૂર્ણ વાતચીતનો માર્ગ હજુ પણ ખુલ્લો છે. પછી આવ્યો ‘ટ્રમ્પ 2.0’નો કાળ. ઇઝરાયલે આ પ્રસ્તાવ આગળ મૂક્યો, અને ટ્રમ્પે તેને તરત જ સ્વીકારી લીધો.

અમેરિકાના ‘ધ લેટ શૉ વિથ સ્ટીફન કોલ્બર્ટ’માં ભૂતપૂર્વ વિદેશ સચિવ જોન કેરી મહેમાન હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘ઇઝરાયલે અગાઉ પણ અમેરિકા સમક્ષ ઇરાન સામે યુદ્ધનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ત્રણ ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિઓના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. હું તે વાતચીતમાં સામેલ હતો. ત્રણેય રાષ્ટ્રપતિઓએ ઇઝરાયલના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. તેઓ માનતા હતા કે આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.’

john-kerry3

ઇન્ટરવ્યૂમાં તેમણે આગળ જણાવ્યું કે અમેરિકન લોકોને જૂઠું બોલવામાં આવ્યું કે આ યુદ્ધ અમેરિકા માટે લડવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, આ યુદ્ધમાં અમેરિકાનું કોઈ હિત નથી. આ યુદ્ધ ક્યારેય થવું જોઈતું નહોતું. આ અગાઉ પણ વિયેતનામ અને ઇરાકના યુદ્ધો દરમિયાન અમેરિકનોને ખોટું બોલવામાં આવ્યું હતું.

તેમણે આગળ કહ્યું કે, ‘વિયેતનામ અને ઇરાકના યુદ્ધોમાંથી આપણે જે પાઠ શીખ્યા તે એ છે કે ક્યારેય પોતાના દેશના લોકોથી સત્ય છુપાવવું જોઈએ નહીં. ખોટું બોલીને કોઈના પુત્ર-પુત્રીઓને યુદ્ધમાં લડવા માટે મોકલવા ન જોઈએ. આ એક રાષ્ટ્રપતિની હાર છે.’

જોન કેરીએ યુદ્ધના ઉદ્દેશ્ય પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, યુદ્ધ બાદ ઈરાનમાં સત્તા પરિવર્તન લાવવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ આવું કંઈ થયું નહીં. પ્રશ્ન એ જ છે કે, ઇઝરાયલે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કેવી રીતે મનાવ્યા?  ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’એ એક અહેવાલમાં એ મીટિંગ બાબતે અહેવાલ પ્રકાશિત કર્યો જેમાં ‘ઓપરેશન એપિક ફ્યૂરી’ને મંજૂરી આપવામાં આવી હતી. આ અહેવાલના સંદર્ભે NDTVએ જણાવ્યું હતું કે 11 ફેબ્રુઆરીના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી એક બેઠક દરમિયાન ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જણાવ્યું કે ઈરાનમાં શાસન પરિવર્તન માટે પરિસ્થિતિઓ બની ચૂકી છે અને ઇસ્લામિક રિપબ્લિકનો અંત લાવવા માટે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ. આના પર ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો- ‘સારો પ્લાન છે.’ ત્યારબાદ આ ઓપરેશનને લીલી ઝંડી આપવામાં આવી. આ બેઠકનો ઉલ્લેખ કરતા જોન કેરીએ ટિપ્પણી કરી હતી કે ઇઝરાયલે જે ગણતરી કરી હતી તે ખોટી નીકળી.

john-kerry

અહેવાલ મુજબ, ગયા મહિને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન બહેસ થઈ હતી. જે.ડી. વાન્સે કહ્યું હતું કે જ્યારે નેતન્યાહૂએ યોજના જણાવી હતી તો એવી રીતે રજૂ કરી હતી જાણે કે ઇરાનમાં શાસન પરિવર્તન ખૂબ જ સરળ હોય. પરંતુ, તેમના બધા દાવા ખોટા સાબિત થયા.

Leave a Reply

error: Content is protected !!