fbpx

સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા

Spread the love

સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા

ગુજરાતના જામનગરની વતની અને સુરતમાં ઉછરેલી દીપુ કુંવર જ્યારે  LLBના બીજા વર્ષમાં હતી ત્યારે લગ્ન થઇ ગયા હતા. બાળપણથી જ અધિકારી બનવાના સપના જોતી દીપુ કુંવરને લાગ્યું કે હવે સપના પુરા નહીં થાય, પરંતુ સાસરિયાના લોકોએ સપોર્ટ આપ્યો.

 LLBનું ભણતા ભણતા દીપુ કુંપરે ગુજરાત જ્યુડિશીયલ સર્વિસની પરીક્ષા આપી. સાસુએ કહી દીધું હતું કે, પહેલા ભણવામાં ધ્યાન આપજે, ઘરનું કામ અમે સંભાળી લઇશું. એક સંયુક પરિવારમાં દીપુને આખા પરિવારે પરીક્ષાની તૈયારી માટે સપોર્ટ કર્યો. ઘરમાં વાંચવા માટે એક ખાસ રૂમની વ્યવસ્થા કરી આપવામાં આવી.

દીપુ બે વખત નિષ્ફળ ગઇ, પરંતુ ત્રીજા પ્રવાસે પાસ થઇ ગઇ અને હવે ન્યાયાધીશ બની ગઇ છે

error: Content is protected !!