સાબરકાંઠાના મહેમાનગતિના ક્ષેત્રમાં નવું સોપાન: પ્રાંતિજ-સલાલ ખાતે ‘પ્રાઇડ એલિટ’ હોટેલનું ભવ્ય આગમન
પ્રાંતિજના સલાલ ખાતે પ્રાઇડ એલિટ હોટેલનું ભવ્ય ઓપનિંગ
અમદાવાદ–હિંમતનગર હાઇવે પર આધુનિક સુવિધાઓથી સજ્જ લક્ઝુરિયસ હોટેલ શરૂ


સાબરકાંઠા જિલ્લાના હૃદય સમાન પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે, અમદાવાદ-હિંમતનગર હાઈવે પર આધુનિક સુવિધાઓથી સજ્જ લક્ઝુરિયસ હોટેલ “પ્રાઇડ એલિટ” નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રાઇડ હોટેલ્સ લિમિટેડ દ્વારા શરૂ કરાયેલ આ હોટેલ હવે પ્રવાસીઓ અને બિઝનેસ જગત માટે પ્રીમિયમ સુવિધાઓનું નવું સરનામું બનશે.


પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે હિંમતનગર નજીક પ્રાઇડ હોટેલ્સ લિમિટેડ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ “પ્રાઇડ એલિટ” હોટેલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ–ઉદયપુર હાઇવે ઉપર વ્યૂહાત્મક સ્થાન ધરાવતી આ હોટેલ હવે બિઝનેસ તેમજ પ્રવાસી વર્ગ માટે આરામદાયક અને પ્રીમિયમ સુવિધાઓનું નવું કેન્દ્ર બની રહેશે અમદાવાદથી માત્ર 60 કિલોમીટર દૂર આવેલ આ ભવ્ય હોટેલમાં 51 આધુનિક અને સુવિધાસભર રૂમ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં પ્રવાસીઓને લક્ઝુરિયસ સ્ટે સાથે ઉત્તમ હૉસ્પિટાલિટીનો અનુભવ મળશે.


ખાસ કરીને અમદાવાદથી ઉદયપુર જતા મુસાફરો માટે આ હોટેલ આરામદાયક વિરામસ્થળ સાબિત થશે હોટેલમાં મલ્ટી-ક્યુઝિન વેજિટેરિયન ભોજન સાથે ત્રણ આકર્ષક રેસ્ટોરન્ટ્સની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં “સીઝલિંગ BBQ” રૂફટોપ લાઇવ ગ્રિલ સાથે શહેરના મનમોહક નજારાઓનો અનોખો અનુભવ કરાવશે, જ્યારે “360° રૂફટોપ રેસ્ટોરન્ટ” પરિવાર સાથેની યાદગાર સાંજ અને ઉજવણીઓ માટે આદર્શ સ્થળ બનશે આ ઉપરાંત, 7000 ચોરસ ફૂટથી વધુ વિશાળ બેન્ક્વેટ સ્પેસ કોર્પોરેટ મીટિંગ્સ, કોન્ફરન્સ, લગ્ન પ્રસંગો અને વિવિધ સામાજિક કાર્યક્રમો માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે.

બિઝનેસ પ્રવાસીઓ માટે હાઈ-સ્પીડ Wi-Fi અને નજીકના GIDC વિસ્તાર સુધી સરળ કનેક્ટિવિટી હોટેલને વધુ વિશેષ બનાવે છે ઉદ્ઘાટન પ્રસંગે પ્રાઇડ હોટેલ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અતુલ ઉપાધ્યાય, AVP કોસ્તુવા મુખર્જી, સ્થાપક અજયભાઈ પટેલ, જનરલ મેનેજર રોહિત મલૈયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાંતિજ અને હિંમતનગર વિસ્તાર માટે આ હોટેલનું ઓપનિંગ હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં નવા વિકાસ અને રોજગારીની તકોનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે
જીલ રાવલ સાબરકાંઠા