પ્રાંતિજના મુખ્ય બજારમાં ધોળા દિવસે દુકાનમાંથી પાકીટ ચોરી, CCTVમાં ઘટના કેદ
– વેપારી દુકાન નુ શટલ નીચુ કરી જમવા ધરે ગયો હતો
– એક્ટીવા ઉપર આવેલ બે ઇસમો ખેલ પાડી ગયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં ધોળા દિવસે મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ દુકાનમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે



પ્રાંતિજના લાલદરવાજા વિસ્તારમાં આવેલ ચામુંડા લેડીઝ ટ્રેલર નામની દુકાનના વેપારી બપોરના સમયે દુકાનનું શટલ નીચે કરીને જમવા ઘરે ગયા હતા દરમિયાન એક્ટિવા ઉપર આવેલા બે અજાણ્યા ઇસમોએ દુકાનનું શટલ ઊંચું કરી ચોરીને અંજામ આપ્યો હતો મળતી માહિતી મુજબ એક ઇસમ દુકાનમાં ઘુસી ગયો હતો અને ટેબલના ખાનામાં મુકાયેલ પાકીટ ચોરી ફરાર થઈ ગયો હતો ચોરી થયેલા પાકીટમાં અંદાજે પાંચ હજાર રૂપિયા રોકડા ઉપરાંત દુકાન માલિકનું આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના મહત્વના દસ્તાવેજો હતા સમગ્ર ચોરીની ઘટના દુકાનની સામે આવેલ જૈન દેરાસરના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે વેપારીએ દુકાન તેમજ ઘરે પાકીટની શોધખોળ કર્યા બાદ પાકીટ મળી આવ્યું ન હતું ત્યારબાદ સામે આવેલ જૈન દેરાસરના CCTV કેમેરા ચેક કરતા ચોરી થયાનું બહાર આવ્યું હતું ઘટનાને લઈને દુકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્રારા CCTV ફૂટેજના આધારે તપાસ કરી બન્ને ગુનેગારો ને ઝડપી પાડી જેલ ભેગા કરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે ધોળા દિવસે ભરચક બજાર વિસ્તારમાં દુકાનનું શટલ ઊંચું કરી ચોરીની ઘટના બનતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ચોર ઇસમોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેવું પણ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે
જીલ રાવલ સાબરકાંઠા