પ્રાંતિજ ખાતે જય બાબારી (રામાપીર) નુ નવિન મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
– બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
– સમસ્ત ભીલ સમાજ પ્રાંતિજ દ્રારા સુંદર આયોજન કર્યુ
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે સમસ્ત ભીલ સમાજ દ્વારા રામાપીરના નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ૭ અને ૮ ધાર્મિક મહોત્સવને લઈ સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે




પ્રાંતિજના અમીનપુર રોડ પર આવેલ જય બાબારી રામાપીર મંદિર ખાતે નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ, મંડપ પ્રવેશ, કુટીક હોમ , આરતી ભજન કિર્તન અને નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જ્યારે બીજા દિવસે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મૂર્તિ પ્રતિષ્ઠા, શ્રીફળ હોમ , મહા આરતી અને મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા હતા મંદિર મહોત્સવને સફળ બનાવવા સમાજના આગેવાનો, યુવાનો અને દાતાશ્રીઓ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી મંદિર પરિસરમાં લાઈટિંગ, સજાવટ અને ભક્તો માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે સમસ્ત ભીલ સમાજ દ્વારા સર્વ સમાજના લોકોને આ મહોત્સવમાં હાજરી આપી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો તો પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા , નગરપાલિકા કોર્પોરેટર ર્ડા.નૃપાંશ ભાઇ પટેલ , પિયુષભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે જિગ્નેશભાઇ પંડયા , મનોજભાઇ મોદી , જગદીશભાઇ કિંમતાણી , કૈલાશ બેન રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા