fbpx

રાહુલ ગાંધીના પૈસા સંભાળનાર શખ્સ નીકળ્યો મોદી ફેન; ખુલ્લી જાહેરાત પર રાહુલે આપ્યો જવાબ

Spread the love

રાહુલ ગાંધીના પૈસા સંભાળનાર શખ્સ નીકળ્યો મોદી ફેન; ખુલ્લી જાહેરાત પર રાહુલે આપ્યો જવાબ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના બધા નાણાકીય રેકોર્ડની દેખરેખ રાખનાર રોકાણકારે તેમના વિશે કેટલાક દાવા કર્યા છે. રાહુલના રોકાણકારનું નામ મુથુકૃષ્ણન ધંધાપાની છે. અને તેઓ ભાજપના સમર્થક છે. છેલ્લા 13 વર્ષથી તેઓ રાહુલ ગાંધીના મ્યૂચ્યુઅલ ફંડ રોકાણોનું સંચાલન કરી રહ્યા છે. એવામાં, તેમણે જણાવ્યું કે, બંને વચ્ચે શું વાતો થાય છે તેમનું બોન્ડ કેવું છે. આના પર રાહુલ ગાંધીએ પણ જવાબ આપ્યો છે.

investment

મુથુકૃષ્ણન ધંધાપાની નામના વ્યક્તિએ ‘X’ (અગાઉ ટ્વીટર) પર ખુલાસો કર્યો કે રાહુલ ગાંધી તેમના ક્લાયન્ટ છે અને તેઓ જ રાહુલના ફંડ્સનો હિસાબ રાખે છે. તેમણે લખ્યું કે, આ પોસ્ટ કોઈ રાજકીય પક્ષ કે નેતાના સમર્થનમાં નથી; હું ફક્ત એક અનુભવ શેર કરી રહ્યો છું. 2013માં જ્યારે UPAની સરકાર હતી, ત્યારે મારા એક ક્લાયન્ટ, જેઓ રાહુલ ગાંધી સાથે કામ કરતા હતા, તેમણે રાહુલ ગાંધીને મ્યૂચ્યુઅલ ફંડ રોકાણોનું સંચાલન કરવા માટે મારા નામની ભલામણ કરી હતી. તે સમયથી આજ સુધી, જ્યાંરે વિજયે કોંગ્રેસના સમર્થનથી શપથ લીધા છે, રાહુલ ગાંધી મારા ક્લાયન્ટ છે. આ સમયગાળા દરમિયાન, અમારી ઇમેઇલ અને ટેલિફોન દ્વારા અનેક વખત વાતચીત થઇ છે.

તેમણે ખુલીને પોતે ભાજપ સમર્થક હોવા બાબતે જણાવ્યું. 2014 થી 2024 સુધી, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક રહ્યા છે. રાહુલ ગાંધી કે તેમના સ્ટાફે ક્યારેય તેમના રાજકીય વલણને લઇને કોઇ વાત કરી નથી. તેમણે જણાવ્યું કે તેમની ટ્વીટ્સ બધા જોતા હશે, કોંગ્રેસ સમર્થકો પણ. આમ છતા, રાહુલ ગાંધી સતત તેમની સાથે આદરપૂર્વક વર્તે છે. તેમણે ક્યારેય તેમની વાતચીતમાં કોઈ અસભ્યતા કે ઘમંડી વ્યવહાર કર્યો નથી.

મુથુકૃષ્ણને વધુમાં કહ્યું કે, આ પોસ્ટ પછી, રાહુલ ગાંધી સાથેના તેમના વ્યાવસાયિક સંબંધો ખરાબ થઈ શકે છે. જો આવું થયું, તો પણ ઠીક, દરેક વસ્તુનો એક અંત હોય છે. હું નથી ઇચ્છતો કે કોઇ બીજું મારી છબી બનાવે એટલે આ લખી રહ્યો છું. રાહુલ ગાંધી પ્રોફેશનલ લોકોનો આદર કરે છે અને વ્યક્તિગત રીતે સારા માણસ છે.

આ લાંબી પોસ્ટ પછી રાહુલ ગાંધી તરફથી પણ એક જવાબ આવ્યો. થોડા મજાકિયા અંદાજમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, મુથુ જી, તમારા રાજકીય વિચારો તમારા પોતાના છે. જોકે, મારા રોકાણો પર વળતર થોડું ઝડપી વધારી દો. બંને વચ્ચેની આ વાતચીત અન્ય કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ શેર કરવામાં આવી. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ લખ્યું કે રાહુલ ગાંધીની ટીકા કરવી સરળ છે, પરંતુ તેમનું અનુકરણ કરવું અત્યંત મુશ્કેલ છે. મોદી સમર્થકનો આ વિચાર બધાએ વાંચવો જોઈએ.

rahul gandhi

મ્યૂચ્યુઅલ ફંડ થઇ રહી છે તો તેની બાબતે પણ જાણી લો. 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે રજૂ કરાયેલા સોગંદનામા મુજબ રાહુલ ગાંધી પાસે 20 કરોડથી વધુની સંપત્તિ છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત શેરબજાર અને મ્યૂચ્યુઅલ ફંડ છે. આ બંને ક્ષેત્રોમાં તેમનું કુલ રોકાણ ₹8.25 કરોડ છે. રાહુલે 25 અલગ અલગ કંપનીઓમાં શેર ખરીદ્યા છે, તેમાં ₹4.33 કરોડનું રોકાણ છે. જ્યારે, રાહુલ ગાંધીએ સાત અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડમાં ₹3.81 કરોડનું રોકાણ કર્યું છે.

Leave a Reply

error: Content is protected !!