fbpx

આ દેશમાં ઇબોલા વાયરસથી 80 લોકોએ ગુમાવ્યા જીવ; WHOએ જાહેર કરી વૈશ્વિક આરોગ્ય કટોકટી

Spread the love

આ દેશમાં ઇબોલા વાયરસથી 80 લોકોએ ગુમાવ્યા જીવ; WHOએ જાહેર કરી વૈશ્વિક આરોગ્ય કટોકટી

રવિવારે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઇબોલા રોગચાળાને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જોકે, WHOએ સ્પષ્ટતા કરી કે બુંડિબુગ્યો વાયરસથી ફેલાયેલું આ સંક્રમણ મહામારી જાહેર કરવા માટે જરૂરી માપદંડોને પૂર્ણ કરતો નથી. સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી અનુસાર, શનિવાર સુધીમાં કોંગોના ઇટુરી પ્રાંતમાં 3 આરોગ્ય ક્ષેત્રો (બુનિયા, રવામ્પારા અને મોંગબ્વાલુ)માં ઓછામાં ઓછા 80 શંકાસ્પદ મૃ*ત્યુ, 8 લેબમાં પુષ્ટિ કરાયેલા કેસ અને 246 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

Ebola1'

ઇબોલા એક અત્યંત ખતરનાક વાયરસથી થતી બીમારી છે. જ્યારે સંક્રમણ દુર્લભ જરૂર છે, પરંતુ અત્યંત ગંભીર છે અને, ઘણા કિસ્સાઓમાં જીવલેણ સાબિત થાય છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના શારીરિક પ્રવાહી પદાર્થો જેમ કે લોહી, ઉલટી, પરસેવો અથવા વીર્યના સંપર્કમાં આવવાથી એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાય છે. હાલમાં આ બીમાપીની કોઈ ચોક્કસ સારવાર નથી, જોકે રસી ઉપલબ્ધ છે.

તમને જણાવી દઇએ કે 2 વ્યક્તિઓમાં 15 અને 16 મે 2026ના રોજ યુગાન્ડાના કમ્પાલામાં એક-બીજા સાથે કોઇ સંબંધ ન હોવા છતા બે પ્રયોગશાળા-પુષ્ટિ થયેલા કેસ નોંધાયા હતા. ઇટુરીના ઘણા આરોગ્ય ક્ષેત્રોમાં બુંડીબુગ્યો વાયરસ રોગ (BVD)ના લક્ષણોથી જીવ ગુમાવવાના દ કિસ્સાઓ નોંધાયા છે. આ ઉપરાંત, પ્રભાવિત ક્ષેત્રમાંથી વાયરલ હેમોરહેજિક તાવના લક્ષણોને કારણે ચાર આરોગ્ય કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હોવાની માહિતી પણ મળી છે.

Ebola

WHOના ડિરેક્ટર જનરલ આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (IHR)ની જોગવાઈઓ અનુસાર ટૂંક સમયમાં કટોકટી સમિતિની બેઠક બોલાવશે. આ વાયરસનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંકલન જરૂરી માનવામાં આવે છે, જેથી પ્રકોપની ગંભીરતા અને ફેલાવાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી શકાય. આ સાથે જ દેખરેખ અને નિવારણ પ્રયાસોની સફળતા સુનિશ્ચિત કરી શકાય.

Leave a Reply

error: Content is protected !!