fbpx

પાકિસ્તાનમાં અનેક જગ્યાએ ઈસ્લામિક નામ બદલી હિન્દુ નામ કરાયા, બાબરી ચોક બન્યું જૈન મંદિર…ઇસ્લામપુરાનું નામ કૃષ્ણનગર કરાશે

Spread the love

પાકિસ્તાનમાં અનેક જગ્યાએ ઈસ્લામિક નામ બદલી હિન્દુ નામ કરાયા,  બાબરી ચોક બન્યું જૈન મંદિર...ઇસ્લામપુરાનું નામ કૃષ્ણનગર કરાશે

આમ જોવા જઈએ તો પડોશી દેશ પાકિસ્તાન ઇસ્લામિક કટ્ટરતા માટે જાણીતું છે, ત્યારે હાલમાં આવી રહેલા સમાચારો મુજબ તેઓ તેમની આ કટ્ટરતાની ઓળખ સુધારી રહ્યા હોય તેવું લાગે છે. પાકિસ્તાની પંજાબના CM મરિયમ નવાઝે કેટલાક એવા નિર્ણયો લીધા છે, જે પાકિસ્તાનમાં ભાગ્યે જ જોવા મળે છે. ભારતીય સરહદી શહેર અમૃતસરથી માત્ર 50 Km દૂર, લાહોરમાં ઘણી જગ્યાઓનું નામ બદલીને હિન્દુ નામો અથવા બ્રિટિશ સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવાતા નામો રાખવામાં આવી રહ્યા છે.

Lahore-Streets-Hindu-Name

CM મરિયમ નવાઝે આ વર્ષે માર્ચના મધ્યમાં આ બેઠક યોજી હતી. આ બેઠકમાં, મરિયમ નવાઝની અધ્યક્ષતામાં પંજાબ સરકારે રસ્તાઓ, શેરીઓ અને ઐતિહાસિક કોલેજોના જૂના નામો પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો. છેલ્લા વર્ષોમાં, લાહોરમાં ઘણી ઐતિહાસિક શેરીઓ અને વિસ્તારોના નામ પણ બદલવામાં આવ્યા છે. બ્રિટિશ યુગ અથવા હિન્દુ ઓળખ સાથે સંકળાયેલા નામોને ઇસ્લામિક, પાકિસ્તાની અથવા સ્થાનિક ઐતિહાસિક વ્યક્તિઓના નામોથી બદલવામાં આવ્યા હતા. જો કે, મરિયમ નવાઝના નિર્ણય પછી, લાહોરની મૂળ ઓળખ પછી લાવવા માટે જૂના નામો ફરીથી રાખવામાં આવ્યા હતા.

જોકે, લાહોરના મિન્ટો પાર્ક (હવે ગ્રેટર ઇકબાલ પાર્ક) અંગે પણ વિવાદ ઉભો થયો છે. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે, જો વારસો સાચવવો હોય, તો મિન્ટો પાર્કમાં આવેલા ઐતિહાસિક ક્રિકેટ મેદાન અને મેદાનો, જે અગાઉ તોડી પાડવામાં આવ્યા હતા, તેને કેમ પુનઃસ્થાપિત કરવામાં આવતા નથી?

Lahore-Streets-Hindu-Name2

જ્યારે શાહબાઝ શરીફ પંજાબના CM હતા, ત્યારે ગ્રેટર ઇકબાલ પાર્ક પ્રોજેક્ટ દરમિયાન ત્રણ ઐતિહાસિક ક્રિકેટ મેદાન, અનેક ક્રિકેટ ક્લબ અને પરંપરાગત કુસ્તીના મેદાનો તોડી પાડવામાં આવ્યા હતા. ટીકાકારો હવે કહે છે કે, આનાથી લાહોરની દાયકાઓ જૂની રમત સંસ્કૃતિનો નાશ થયો છે. ફઝલ મહમૂદ, અબ્દુલ હાફીઝ કારદાર, આમિર સોહેલ, સલીમ મલિક અને ઇન્ઝમામ-ઉલ-હક જેવા ક્રિકેટરો મિન્ટો પાર્ક સાથે સંકળાયેલા હતા, જ્યારે ભારતીય દિગ્ગજ લાલા અમરનાથ પણ ભાગલા પહેલા અહીં ક્રિકેટ શીખ્યા હતા.

અહીંના કુસ્તીના મેદાન (અખાડા)ને પણ ઐતિહાસિક માનવામાં આવતું હતું, જ્યાં ગામા પહેલવાન અને ઇમામ બક્ષ જેવા પહેલવાનો કુસ્તી કરતા હતા. હવે જ્યારે પંજાબ સરકાર લાહોરની ઐતિહાસિક ઓળખ પુનઃસ્થાપિત કરવાની વાત કરી રહી છે, ત્યારે રમતગમત સમુદાય પ્રશ્ન ઉઠાવી રહ્યો છે કે, મિન્ટો પાર્કના ક્રિકેટ મેદાન અને અખાડાના પુનઃસ્થાપન અંગે હજુ સુધી કોઈ નક્કર નિર્ણય કેમ લેવામાં આવ્યો નથી.

Leave a Reply

error: Content is protected !!