પ્રાંતિજ ના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને સન્માન સમારોહ રવિવારે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે આગામી રવિવારે શ્રી દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
સંવત ૨૦૮૨ અધિક જેઠ સુદ-૯, તા. ૨૪ મે ૨૦૨૬ના રોજ અહીં ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તેમજ સમાજના પ્રતિભાશાળી લોકોના સન્માન સમારોહનું આયોજન થશે ધાર્મિક વિધિ મુજબ રવિવારે સવારે સૌપ્રથમ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવશે. ત્યારબાદ મંડપ પ્રવેશ સાથે ૧૧ કુંડી નવચંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. યજ્ઞમાં એક મુખ્ય યજમાન સહિત અન્ય ૧૦ પાટલા યજમાનો દ્વારા પૂજા-અર્ચનાનો લાભ લેવામાં આવશે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાનારા આ યજ્ઞની પૂર્ણાહુતિ મોડી સાંજે બીડું હોમીને કરવામાં આવશે આ પ્રસંગે દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો તેમજ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે આ ધાર્મિક અને સામાજિક બેવડા ઉત્સવને લઈ સમગ્ર જિલ્લાભરમાં તેમજ પંથકના રામી-માળી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે