fbpx

પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન

Spread the love

પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન

– ભગત નિશાન અગરબતી બનાવતી ફેક્ટરી મા આગ લાગી 

– પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક દોડી જઇ આગ હોલવી 

– ફેકટરી મા ફાયર સેફટી નો અભાવ જોવા મલ્યો 

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલટેક્સ નજીક આવેલી ભગત નિશાન અગરબત્તી બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા પ્રાંતિજ તથા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી

પ્રાથમિક માહિતી મુજબ ફેકટરી મા ઓઇલ ભરેલા તપેલા નજીક ગેસ બોટલની પાઇપમાં લીકેજ અથવા પંચર થવાના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આગ ઝડપથી ફેલાતા અગરબત્તી બનાવવામાં ઉપયોગમાં લેવાતો કાચો માલ સંપૂર્ણપણે બળી ને ખાખ થઈ ગયો હતો આ ઘટનામાં કંપની માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો અને વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળ્યો હતો ફેક્ટરીમાં અંદાજે ૩૦ થી ૪૦ જેટલા કામદારો કાર્યરત હતા, પરંતુ સદનસીબે તમામ કામદારોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમાર , ગોપાલભાઈ , અનીલ ગોસ્વામી પટેલ સહિત ટીમ દ્રારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!