fbpx

પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી

Spread the love

પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત “તીર્થગમન-વિસામો વૃદ્ધાશ્રમ” સંકુલ ખાતે આવેલ નાગદેવ તીર્થધામમાં પરંપરાગત સુદ પંચમીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે સંસ્થાના સ્થાપક વિભાષભાઈ એન. પટેલના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નાગદેવતા સહિત સર્વ દેવી-દેવતાઓનું પૂજન, અર્ચન અને આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ૧૨ જ્યોતિર્લિંગ શિવજીના સ્મરણ સાથે ભજન-કીર્તન યોજાયા હતા, જેમાં વૃદ્ધાશ્રમ પરિવારના તમામ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ પાવન પ્રસંગે ઉપસ્થિત વડીલોએ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી હતી સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!