fbpx

પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Spread the love

પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
– ભડાકિયા ની મહિલાએ પતિ , સાસુ-સસરા , દિયર-દેરાણી સામે પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ભડાકિયા ગામે રહેતી પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરા તેમજ દિયર-દેરાણી સામે શારીરિક અને માનસિક ત્રાસ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પરિવારમાં કલહનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી  મુજબ, જોત્સનાબેન રણજીતસિંહ સોલંકી ઉ.વ.૪૦ રહે. ભડાકિયા, તા. પ્રાંતિજે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ અનુસાર તેમના લગ્ન આશરે બાવીસ વર્ષ અગાઉ સામાજિક રીત-રિવાજ મુજબ રણજીતસિંહ રાઘુસિંહ સોલંકી સાથે થયા હતા. દંપતીને એક પુત્ર અને એક પુત્રી સંતાન તરીકે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઘરકામ બાબતે પતિ તથા સાસુ-સસરા અને દિયર-દેરાણી વારંવાર બોલાચાલી, ઝઘડા અને ગાળો બોલતા હતા તેમજ પતિ દ્વારા “બીજી પત્ની લાવવી છે” કહી અરજદારને અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદીએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનો પણ આક્ષેપ કર્યો છે આ મામલે પોલીસે પતિ રણજીતસિંહ રાઘુસિંહ સોલંકી, સસરા રાઘુસિંહ હાલુસિંહ સોલંકી, સાસુ કેશાબેન રાઘુસિંહ સોલંકી, દિયર બાબુસિંહ રાઘુસિંહ સોલંકી તથા દેરાણી ગોરલબેન ઉર્ફે ટીનીબેન બાબુસિંહ સોલંકી સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની સંબંધિત કલમો હેઠળ ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!