fbpx

પ્રશાંત કિશોર આગામી ચૂંટણી સુધી આશ્રમમાં શિફ્ટ થયા; જણાવ્યો સંપૂર્ણ પ્લાન

Spread the love

જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બુધવારે જણાવ્યું હતું કે તેઓ પટનાની બહાર સ્થિત એક આશ્રમમાં જતા રહ્યા છે અને ત્યાંથી જ તેમની રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખશે. જ્યાં સુધી તેમનો નવો પક્ષ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જગ્યા બનાવી લેતો નથી. એજન્સીના અહેવાલો અનુસાર, દરભંગામાં પત્રકારો સાથે વાત કરતા, પ્રશાંત કિશોરે જણાવ્યું કે, તેઓ મંગળવારે રાત્રે પટનામાં સ્થિત પોતાનું પાછલું નિવાસસ્થાન બહાર નીકળીને આવી ગયા હતા.

તેમણે કહ્યું કે, ‘ગઈકાલે રાત્રે, હું પટનામાં જ્યાં રહેતો હતો ત્યાંથી નીકળી ગયો. IIT-પટના નજીક આવેલું ‘બિહાર નવનિર્માણ આશ્રમ’ જ હવે મારું નવું નિવાસસ્થાન હશે. આગામી વિધાનસભા ચૂંટણી સુધી હું અહીં રહીશ. મને આશા છે કે ત્યાં સુધીમાં, જન સૂરાજ પાર્ટી પોતાની છાપ બનાવવામાં સફળ થશે.’ I-PACના સહ-સ્થાપક પ્રશાંત કિશોરે 2024માં ‘જન સૂરાજ પાર્ટી’ની સ્થાપના કરવા માટે રાજકીય સલાહકારપદ છોડી દીધું હતું. તેઓ અત્યાર સુધી તેઓ ‘શેખપુરા હાઉસ’થી કામ કરી રહ્યા હતા. આ પટના એરપોર્ટ નજીક સ્થિત એક વિશાળ બંગલો છે, જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ ભાજપ સાંસદ ઉદય સિંહના પરિવારનું છે.

prashant-kishor2

ઉદય સિંહ એક અગ્રણી રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના મોટા ભાઈ, એન.કે. સિંહ, ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ અને 15મા નાણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. તો, તેમના સ્વર્ગસ્થ માતા માધુરી સિંહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્ણિયાથી ઘણી વખતના સાંસદ રહી ચૂક્યા હતા. JDUના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ કિશોરે પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિશ કુમારે ગયા મહિને જ મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જવાનો નિર્ણય લીધો હતો.

તેમણે કહ્યું કે, ચૂંટણી પછી જેઓ મુખ્યમંત્રી બન્યા, તેઓ આર્થિક સંકટને કારણે થતા સ્થળાંતરને રોકવામાં નિષ્ફળ ગયા. તેના બદલે, તેમણે પોતે સ્થળાંતર કરવાનું વધુ સારું માન્યું; પરંતુ તેમ કરવા પહેલા તેમણે એ ખાતરી કરી લીધી કે તેમના પુત્રને રાજકારણમાં સ્થાન મળી જાય. અહીં, તેમનો ઇશારો નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર તરફ હતો, જેઓ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ ભાજપની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા છે. બિહારના મતદારોને અપીલ કરતા તેમણે તેમને જાતિ, ધર્મ અથવા પૈસાની લાલચના આધારે મતદાન કરવાને બદલે પોતાના હિતોને પ્રાથમિકતા આપવા વિનંતી કરી.

પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારના લોકોએ મતદાન કરતી વખતે તેમના બાળકોના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર કે લાલુ પ્રસાદ જેવા નેતાઓથી પ્રભાવિત ન થવું જોઈએ, ન તો તેમણે 10,000 રૂપિયા માટે પોતાનો મત વેચવો જોઈએ. આ નિવેદનને વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલી ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ના સંદર્ભમાં જોવામાં આવ્યું હતું, જે હેઠળ 1.5 કરોડથી વધુ મહિલાઓને ₹10,000ની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

prashant-kishor

પ્રશાંત કિશોરે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને કારણે ઉદ્ભવતા સંભવિત આર્થિક પડકારો અંગે પણ ચેતવણી આપી હતી. તેમનો દાવો હતો કે ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે અને ખાતરની અછતની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹10 સુધીનો વધારો જોઈ શકે છે. આપણને ખાતરના મોટા સંકટનો પણ સામનો કરવો પડી શકે છે. અત્યાર સુધી, ખેડૂતો કાળાબજારની ફરિયાદ કરતા હતા; હવે, તેમમે ખાતર બિલકુલ નહીં મળે.

પ્રશાંતે સરકારી ખર્ચ પર મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની ટીકા કરતા નિર્દેશ કર્યો હતો કે બિહાર દેશના સૌથી ગરીબ રાજ્યોમાંથી એક હોવા છતા અહીં નકામા ખર્ચ થઈ રહ્યા છે. તેમણે ટિપ્પણી કરી કે, બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે, છતાં તેના મુખ્યમંત્રી 25 એકરના નિવાસસ્થાનમાં રહે છે. જરા વિચારો કે તેના બગીચાઓની જાળવણીમાં કેટલો ખર્ચ આવતો હશે. હવે, આપણે સાંભળી રહ્યા છીએ કે ચૌધરી આ પરિસરને વધુ મોટો કરવાની યોજના બનાવી રહ્યા છે, જેના માટે તેઓ એ બંગલાને પણ મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં મળાવી દેશે, જેમાં તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે રહેતા હતા.

Leave a Reply

error: Content is protected !!