fbpx

હવે IMFએ આપી ચેતવણી! ક્રૂડ ઓઇલ ભારતની ગણતરીઓ બગાડી નાખશે; તેમણે સમજાવ્યું કે આગળ શું કરવું…

Spread the love

હવે IMFએ આપી ચેતવણી! ક્રૂડ ઓઇલ ભારતની ગણતરીઓ બગાડી નાખશે; તેમણે સમજાવ્યું કે આગળ શું કરવું...

અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વનો તણાવ ચરમસીમાએ પહોંચ્યા છે, તે વિશ્વ માટે ચિંતાનું કારણ બન્યું છે. વિશ્વની તેલ જરૂરિયાતોને પુરી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોર્મુઝ સ્ટ્રેટના બંધ થવાથી તેલ અને ગેસ કટોકટી સર્જાઈ છે જે આ દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી લઈને બ્રિટન અને ભારત સુધીના દેશોમાં ઈંધણના ભાવમાં વધારો થયો છે. ભારતમાં પણ એક જ અઠવાડિયામાં બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

તેલની આયાત પર ખૂબ નિર્ભર દેશોની સમસ્યાઓ વધી રહી છે. ભારતની વાત કરીએ તો, તેલ કટોકટીની દેશ પર પ્રતિકૂળ અસરો અંગે સતત ચેતવણીઓ આપવામાં આવી રહી છે. રેટિંગ એજન્સી ક્રિસિલ પછી, હવે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે પણ ભારત માટે ચેતવણી બહાર પાડી છે. IMFએ જણાવ્યું છે કે, જો ક્રૂડ ઓઇલના ભાવમાં આ રીતે વધારો ચાલુ રહ્યો, તો તે ભારત માટે ખુબ મોટું નાણાકીય જોખમ ઉભું કરી શકે એમ છે.

IMF-Advice-India1

અમેરિકા-ઈરાન યુદ્ધની શરૂઆતથી, ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. જો કે,  બુધવારની સરખામણીમાં ગુરુવારે તેલના ભાવ ઘટીને પ્રતિ બેરલ 107 ડૉલર થયા હોવા છતાં, આગળની વધઘટના આધારે તે 100 ડૉલરથી ઉપર રહ્યા છે.

IMFએ ચેતવણી આપી છે કે, મધ્ય પૂર્વ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ફરી એકવાર ભારતમાં મોંઘવારીનો અંદાજ અને નાણાકીય ગણતરીઓ માટે ખતરો ઉભો કરી રહ્યો છે. વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું હતું કે, સતત વધતા તેલના ભાવ ભારત માટે નાણાકીય જોખમો ઉભા કરી શકે છે. આ ખાસ કરીને ભારત માટે જ નહીં પરંતુ અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે પણ  ખતરનાક છે, જ્યાં ઇંધણ ફુગાવાની પરિવહન, લોજિસ્ટિક્સ, ખાદ્યપદાર્થોના ભાવ અને સ્થાનિક વપરાશ પર ખુબ મોટી અસર પડે છે.

IMF-Advice-India3

IMFની આ ચેતવણી ભારત માટે એક મહત્વપૂર્ણ સમયે આવી છે, કારણ કે મધ્ય પૂર્વ કટોકટીની ઊંડી અસર ચાલુ છે. હકીકતમાં, ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના 80 ટકાથી વધુ આયાત કરે છે. ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વધુ ઘેરી બનતા વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. અર્થશાસ્ત્રીઓ ભારતના ચાલુ ખાતાની ખાધ, ફુગાવા અને રૂપિયા પર આની અસર અંગે ચિંતિત છે.

IMFએ ચેતવણી આપી છે કે, ઊર્જાના ભાવમાં વધઘટ ભારતીય પરિવારોની ખર્ચ શક્તિમાં ખુબ મોટો ઘટાડો કરી શકે છે. જો આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે, તો વધુ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. આ દરમિયાન, IMFએ ચેતવણી આપી હતી કે, નબળી રીતે રચાયેલ સહાય પગલાં નાણાકીય રીતે ખર્ચાળ અને બોજારૂપ સાબિત થઈ શકે છે, જેનાથી મોંઘવારી, જાહેર દેવું વધી શકે છે અને લાંબા ગાળાના નાણાકીય દબાણ સર્જાઈ શકે છે.

IMF-Advice-India2
navjivanindia.com

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અનુસાર, વૈશ્વિક ઉર્જા સંકટને જોતાં, નીતિ નિર્માતાઓએ હવે પહેલા કરતાં વધુ કાળજીપૂર્વક નાણાકીય અને રાજકીય દબાણ સાથે ફુગાવાને નિયંત્રિત કરવાનું સંતુલન બનાવવું પડશે. તેની નોંધમાં, IMF ભલામણ કરે છે કે, સરકાર નબળા ઘરો અને નાના વ્યવસાયોને કામચલાઉ સહાય પૂરી પડાવી જોઈએ. તે વ્યાપક ઇંધણ રાહતને બદલે હાલની કલ્યાણકારી યોજનાઓ દ્વારા કામચલાઉ સહાયની ભલામણ કરે છે.

Leave a Reply

error: Content is protected !!