fbpx

મનિષકુમાર પ્રજાપતિને ‘ડોક્ટર ઓફ ફિલોસોફી’ (Ph.D.)ની પદવી એનાયત

Spread the love

મનિષકુમાર પ્રજાપતિને 'ડોક્ટર ઓફ ફિલોસોફી' (Ph.D.)ની પદવી એનાયત

​ઓલપાડ :  મનિષકુમાર અમૃતભાઈ પ્રજાપતિને મનોવિજ્ઞાન (Psychology) વિષયમાં તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી બદલ ‘ડોક્ટર ઓફ ફિલોસોફી’ (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવી છે.​તેમણે તેમનો મહાનિબંધ (સંશોધન) “સુરત શહેર અને જિલ્લામાં વસવાટ કરતા કુમાર અને કન્યાઓના કૌટુંબિક પ્રકારોના સંદર્ભમાં આક્રમકતા અને કિશોરાવસ્થાની સમસ્યાનો તુલનાત્મક અભ્યાસ” વિષય પર તૈયાર કર્યો હતો.

​મનિષકુમારે આ મહત્ત્વપૂર્ણ સંશોધન કાર્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન એમ.ટી.બી. આર્ટસ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડૉ. રુદ્રેશભાઈ એમ. વ્યાસના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. Ph.D. ની પ્રતિષ્ઠિત પદવી મેળવવા બદલ તેમને મિત્રો, સ્નેહીજનો અને શૈક્ષણિક જગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

Leave a Reply

error: Content is protected !!