fbpx

પ્રાંતિજ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગોસ્વામી શૈક્ષણિક ભવન નિર્માણ માટે ૧૨ લાખથી વધુ દાનની જાહેરાત


પ્રાંતિજ તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા હિંમતનગર સ્થિત જાગા સ્વામી હોલ ખાતે વર્ષ ૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માનાર્થે ઇનામ વિતરણ સમારોહ તથા ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં પ્રાંતિજ તાલુકાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરીને શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમાજના આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી.


કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ મહંતશ્રી અમરભારથીજી દશનામ જૂનાખાડા કમાણા, વિસનગર ઉપસ્થિત રહ્યા હતા. સાથે મહાગુજરાત દશનામ ગોસ્વામી મંડળના ઉપાધ્યક્ષ ભરતગીરી બબુગીરી ગોસ્વામી, સાબરકાંઠા જિલ્લા ગોસ્વામી સમાજના પ્રમુખ રાજેન્દ્રગીરી ગોસ્વામી સહિત પ્રદેશ, જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ આયોજન પ્રાંતિજ તાલુકા ગોસ્વામી સમાજના અધ્યક્ષ પ્રકાશગીરી ગોસ્વામી તથા મહામંત્રી મહેન્દ્રગીરી ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


પ્રસંગે પ્રાંતિજ તાલુકા ગોસ્વામી સમાજ માટે શૈક્ષણિક ભવન નિર્માણનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો અને દાતાશ્રીઓએ ભવન નિર્માણ માટે ઉત્સાહભેર સહયોગ આપતા ૧૨ લાખ રૂપિયા કરતાં વધુનું દાન જાહેર કર્યું હતું. સમાજના તાલુકા, જિલ્લા અને પ્રદેશના આગેવાનોએ શૈક્ષણિક ભવન માટે આર્થિક સહયોગ આપી સમાજના બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી હોવાનું જણાવાયું હતું.

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!