fbpx

શું આપણા દેશમાં કૂતરાઓનો કોઈ ઉપાય છે?

Spread the love

શું આપણા દેશમાં કૂતરાઓનો કોઈ ઉપાય છે?

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે રખડતા કુતરાઓ પર સુનાવણી ચાલી હતી. કોર્ટે કહ્યું કે જે ખતરનાક અને બિમાર કુતરાઓ છે તેમને દયા મોત આપો કારણકે, માનવ જીવનનું રક્ષણ કરવું વધારે મહત્ત્વનું છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ કે જે અધિકારીઓ આ સુચનાનું ઉલ્લંઘન કરશે તેની સામે અવમાનનાનો કેસ પણ ચલાવવો જોઇએ.

સુપ્રીમ કોર્ટે મંગળવારે નવેમ્બર 2025ના સુપ્રીમ કોર્ટના જુના આદેશમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો,જેમાં કહેવાયુ હતું કે, શાળા-કોલેજો, હોસ્પિટલ, બસ-રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર રખડતા કુતરાઓને હટાવીને શેલ્ટર હોમમાં મોકલી દેવાયા હતા.

અગાઉના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે જો રખડતા કુતરાના કરડવાને કારણે જો કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત થશે અથવા મોત થશે તો નગર પાલિકા અને ડોગ ફીડર્સ પણ જવાબદાર રહેશે.

Leave a Reply

error: Content is protected !!