fbpx

કોરોના પછી, સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે ઇબોલા માટે વેક્સિન બનાવશે

Spread the love

કોરોના પછી, સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે ઇબોલા માટે વેક્સિન બનાવશે

કોવિડ-19 મહામારી દરમિયાન કોવિશિલ્ડનું ઉત્પાદન કરીને લાખો લોકોના જીવ બચાવનાર ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે વિશ્વ સામે ઊભા બીજા મોટા જોખમને પાર પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો અને વૈશ્વિક ભાગીદારો સાથે મળીને, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇબોલા વાયરસના નવા અને ઘાતક સ્ટ્રેનની રસી વિકસાવવા પર કામ કરી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રસીના પ્રારંભિક તબક્કાનો વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે. જો પ્રી-ક્લિનિકલ ટ્રાયલ સંપૂર્ણપણે સફળ સાબિત થાય છે, તો આગામી બે થી ત્રણ મહિનામાં ક્લિનિકલ-ગ્રેડ રસીના ડોઝ તૈયાર થઈ શકે છે.

વૈશ્વિક સ્તરે ઇબોલા વાયરસ રોગ (EVD) થી પીડિત દર્દીઓમાં મૃત્યુદર 25% થી 90% સુધીનો છે. ઇબોલા વાયરસ સૌપ્રથમ 1976માં આફ્રિકામાં સામે આવ્યો હતો. કોંગોના જે પ્રદેશમાંથી આ વાયરસ મળ્યો, તેની પાસે વહેતી ઇબોલા નદી પરથી તેનું નામ રાખવામાં આવ્યું હતું. આ ઘાતક રોગ ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, ઉલટી અને અન્ય શારીરિક પ્રવાહી દ્વારા ફેલાય છે.

Serum-Institute1

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઓક્સફર્ડ વેક્સીન ગ્રુપમાં વેક્સીન ઇમ્યુનોલોજી વિભાગના વડા પ્રોફેસર ટેરેસા લેમ્બેએ જણાવ્યું હતું કે, ‘ઓક્સફર્ડ ખાતે રસી માટે પ્રાણીઓ પર પરીક્ષણો પહેલાથી જ શરૂ થઈ ગયા છે અને વિશ્વભરની ભાગીદાર સંસ્થાઓ સાથે સહયોગમાં આગળ વધી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એક એવી સંસ્થા છે જે ખૂબ જ ઝડપથી અને મોટા પાયે કામ કરવાની ક્ષમતા રાખે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ક્લિનિકલ-ગ્રેડ રસીના ડોઝ બે થી ત્રણ મહિનામાં તૈયાર થઈ જશે.’

પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) હાલમાં ઉત્પાદિત ડોઝની સંખ્યાના સંદર્ભમાં વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. તેની સ્થાપના 1966માં ઉદ્યોગપતિ અને વૈજ્ઞાનિક ડૉ. સાયરસ પૂનાવાલા દ્વારા કરવામાં આવી હતી. હાલમાં આ કંપનીનું નેતૃત્વ તેમના પુત્ર અદાર પૂનાવાલા દ્વારા કરવામાં આવે છે. કંપની કોરોનઆ મહામારી દરમિયાન COVID-19ની રસી, કોવિશિલ્ડ બનાવીને ચર્ચામાં આવી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓરી, ડિપ્થેરિયા, ટેટનસ, પોલિયો અને હેપેટાઇટિસ બી સહિત વિવિધ પ્રકારની જીવનરક્ષક રસીઓનું ઉત્પાદન કરે છે.

ebola2

પ્રોફેસર લેમ્બેના મતે, આ રસી ChAdOx પ્લેટફોર્મ પર આધારિત છે. આ એડેનોવાયરલ વેક્ટર ટેકનોલોજી ઓક્સફોર્ડની COVID-19 રસીમાં પણ ઉપયોગ કરવામાં આવી હતી.. આ પ્લેટફોર્મને કારણે, વૈજ્ઞાનિકો રસી બનાવવાની દિશામાં તેજીથી આગળ વધ્યા છે. આ ટેકનોલોજી સાથે સંકળાયેલ ઇમ્યુન રિસ્પોન્સ પહેલાથી અસ્તિત્વમાં રહેલા ડેટાએ પ્રારંભિક સંશોધન અને ઉત્પાદન તૈયારીઓને વેગ આપવા માટે સુવિધા આપી છે.

વર્તમાન રસી સિંગલ-ડોઝ રસીના રૂપમાં વિકસાવવામાં આવી રહી છે. અગાઉથી મંજૂર થયેલ ઇબોલા ઝાયર રસી પણ આ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. વૈજ્ઞાનિકોનો ઉદ્દેશ શરીરમાં એંટીબોડી અને T સેલ બંને પ્રકારની રોગપ્રતિકારક પ્રતિક્રિયા ઉત્પન્ન કરવાનો છે, જો કે, સંશોધકોનું કહેવું છે કે બુંડીબુગ્યો સ્ટ્રેન સામે લાંબા ગાળાની રોગપ્રતિકારક શક્તિ અંગેનો વ્યાપક ડેટા હજુ ઉપલબ્ધ નથી.

Leave a Reply

error: Content is protected !!