સાબરકાંઠા-અરવલ્લીને ૩૨ નવા BSNL ટાવરની ફાળવણી
સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત સફળ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય, પહાડી તથા અંતરિયાળ વિસ્તારોમાં લાંબા સમયથી અનુભવાતી મોબાઈલ નેટવર્ક સમસ્યાના નિરાકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં મંજૂર કરાયેલા કુલ ૯૪ નવા BSNL મોબાઈલ ટાવરમાંથી ૩૨ ટાવરની ફાળવણી માત્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને કરવામાં આવી છેઆ મહત્વપૂર્ણ સફળતા પાછળ સાબરકાંઠા લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન એમ. બારૈયાની સતત રજૂઆત અને પ્રયત્નો જવાબદાર હોવાનું માનવામાં આવે છે સાંસદએ લોકસભામાં તેમજ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ધ્યાન દોર્યું હતું તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે નબળા નેટવર્કના કારણે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના નાગરિકોને ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, ઓનલાઈન બેન્કિંગ તથા ઈ-ગવર્નન્સ જેવી સુવિધાઓનો લાભ લેવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે કેન્દ્ર સરકારે આ રજૂઆતને ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી મંજૂર કરાયેલા ૩૨ નવા BSNL CAT-6 ટાવરનો લાભ મુખ્યત્વે હિંમતનગર, ભિલોડા, પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારોને મળશે. ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન સીમા વિસ્તાર અને આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં નેટવર્ક સિગ્નલની સમસ્યા અને કોલ ડ્રોપ જેવી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ ઇન્ટરનેટ સ્પીડમાં પણ સુધારો થશે આ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની સરકાર ગ્રામ્ય ભારતના વિકાસ અને ડિજિટલ સમાવેશ માટે સતત કાર્યરત છે સમગ્ર ગુજરાતમાં મંજૂર થયેલા ૯૪ ટાવરમાંથી ૩૨ ટાવરની ફાળવણી સાબરકાંઠા-અરવલ્લીને મળવી એ વિસ્તારના સામાજિક અને આર્થિક સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે