fbpx

ઉત્તર પ્રદેશમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો, 6 લોકોએ જીવ ગુમાવ્યા, તંત્રએ કહ્યું-ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે થયું

Spread the love

ઉત્તર પ્રદેશમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો, 6 લોકોએ જીવ ગુમાવ્યા, તંત્રએ કહ્યું-ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે થયું

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા ભારે વાવાઝોડાની વચ્ચે એક નિર્માણાધીન પુલ અચાનક તૂટી પડ્યો. પુલ તૂટી પડવાથી 6 મજૂરોના જીવ ગયા છે. તો અત્યારે પણ ઘણા મજૂરો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. આ પુલ લાલપુર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના મોરાકંદર અને કુરારાના મવાઇજર સાથે જોડવા માટે બનાવવામાં આવી રહ્યો હતો. અકસ્માત બાદ અનેક સ્ટેશનોના પોલીસ કર્મચારીઓ અને સ્થાનિકો રેસ્ક્યૂ અભિયાન ચલાવી રહ્યા છે.

Bridge-Collapses3

ઉત્તર પ્રદેશમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો, 6 લોકોએ જીવ ગુમાવ્યા, તંત્રએ કહ્યું-ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે થયું


ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ સવારે 3:00 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. બેતવા નદી પર બનાવવામાં આવી રહેલા પુલનો એક મોટો ભાગ અચાનક નીચે પડી ગયો. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે ઘણા મજૂરો પુલ નીચે જ સૂતા હતા. આ મજૂરો સવારે ઉઠીને પુલના બાંધકામનું કામ ફરી શરૂ કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, મુશળધાર વરસાદ, ભારે પવન અને તોફાનને કારણે આ અકસ્માત થયો છે.

Bridge-Collapses

આ દરમિયાન એવો આરોપ છે કે, બાંધકામ સ્થળ પર સલામતીની પૂરતી વ્યવસ્થા નહોતી. મજૂરોની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હાલમાં, રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. કાટમાળમાં ફસાયેલા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મૃત્યુઆંક 10 સુધી પહોંચી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સભ્ય બાબુરામ નિષાદના પ્રયાસો દ્વારા સત્તાવાર મંજૂરી મળ્યા બાદ આ પુલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. સાંસદના પૈતૃક ગામ મોરાકંદર પરસાનીની નજીક આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!