fbpx

પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામે મારામારી અને ધમકીનો ગુનો નોંધાયો

Spread the love

પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામે મારામારી અને ધમકીનો ગુનો નોંધાયો

  • પ્રાંતિજ પોલીસે બે વિરૂધ્ધ ગુનોનોંધી તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ઘડકણ ગામમાં થયેલી મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ગુનો નોંધાયો છે


પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ કોકિલાબેન રવજીભાઈ આતાભાઈ ચૌહાણ, રહે. ઘડકણ (ઠાકોરવાસ), તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા સાક્ષી ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા ત્યારે આરોપીઓ અરવિદજી આતાજી ચૌહાણ અને બિપીનસિંહ અંબાલાલ ચૌહાણ, બંન્ને રહે. ઘડકણ, દ્વારા શેઢા પર ઘાસ વાવેતર કરવાના મુદ્દે બોલાચાલી કરી ગાળો બોલવામાં આવી હતી ત્યારબાદ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે ઘટનાની તપાસ અ.હે.કો. અમૃતભાઈ ભગાભાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!