fbpx

પ્રાંતિજ પુનાદરા પેપર મીલ મા રાત્રી ના આગ લાગી

Spread the love

પ્રાંતિજ પુનાદરા પેપર મીલ મા રાત્રી ના આગ લાગી
– આગલાગતા અફરાતફરી સર્જાઈ
– પ્રાંતિજ-તલોદ , ગાંધીનગર ફાયર ટીમ દોડી આવી આગ હોલવી
– આગમા લાખો નુ નુકસાન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પુનાદરા પાસે આવેલી શ્રીજી પેપર મીલ કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ લાગતા જ કંપનીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા


આગની જાણ થતાં જ પ્રાંતિજ, તલોદ તેમજ ગાંધીનગરની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી તો મુકેશભાઇ પરમાર , ગોપાલભાઇ પટેલ સહિત ફાયર વિભાગ ટીમ દ્વારા ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવા આવી હતી તો આગ લાગતા લાખો નુ નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!