fbpx

ડૉ. સતીશ પટેલને ‘સ્વામી વિવેકાનંદ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’

Spread the love

ડૉ. સતીશ પટેલને 'સ્વામી વિવેકાનંદ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ'

સ્વામી વિવેકાનંદ બાલિકા શિક્ષા પ્રચાર સમિતિ, જયપુર દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અનુકરણીય કાર્ય તથા સિદ્ધિ માટે દેશના 5 શિક્ષણવિદોની ‘સ્વામી વિવેકાનંદ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી હતી. આ 5 શિક્ષણવિદોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગના રિટાયર્ડ પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ ડૉ. સતીશ પટેલની પસંદગી કરવામાં આવી હતી.

Gujarat Business Directory

આ એવોર્ડ ડૉ. સતીશ પટેલને ગાંધી ચિંતન અને શાંતિ અભ્યાસ વિભાગ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન સમારંભમાં તારીખ 28-05-2026ના રોજ વડોદરા ખાતે પ્રદાન કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!