પ્રાંતિજ પાંજરાપોળ ખોડાઢોર સંસ્થામાં નૂતન જિનદર્શન સંકુલનું લોકાર્પણ અને પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
– જિન સંતો મહંતો ની વિશિષ્ટ ઉપસ્થિતિ




સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી પ્રાંતિજ પાંજરાપોળ ખોડાઢોર સંસ્થામાં નૂતન જિનદર્શન સંકુલમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી, ભગવાન શ્રી પાર્શ્વનાથ તથા આચાર્ય દેવેશ શ્રી બુદ્ધિસાગર મહારાજની દાર્શનિક પ્રતિમાઓની સ્થાપના વિધિ તેમજ માર્બલમાં મઢાયેલા શ્રી નવકાર મહામંત્રના બોર્ડનું અનાવરણ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયું આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા ગુજરાત રાજ્યના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , રઇશભાઇ કસ્બાતી ભુનેશભાઈ પરીખ , મહંત સુનીલદાસ મહારાજ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ , નગરપાલિકા કોર્પોરેટર નિકુંજભાઇ રામી , મહેશભાઈ મકવાણા , દર્શિલભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નૂતન જિનદર્શન સંકુલના નિર્માણ અને વિકાસમાં અનેક દાતાશ્રીઓએ ઉદાર સહયોગ આપ્યો છે ભગવાન મહાવીર સ્વામીની દેવકુલિકાની સ્થાપનાનો લાભ શ્રી પ્રાંતિજ શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘ, પ્રાંતિજ (મૂળ સ્થાપક) તથા શ્રી સીમંધરસ્વામી જિન મંદિર પેઢી, મહેસાણાએ લીધો હતો , ભગવાન શ્રી પાર્શ્વનાથની દેવકુલિકાની સ્થાપનાનો લાભ મુંબઈ નિવાસી સીએ દીપેશ વોરા અને ડૉ નિકિતા વોરાએ પ્રાપ્ત કર્યો હતો જ્યારે આચાર્ય દેવેશ શ્રી બુદ્ધિસાગર મહારાજની પ્રતિમાની સ્થાપનાનો લાભ શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતાંબર મૂર્તિપુજક પેઢીએ લીધો હતો , શ્રી નવકાર મહામંત્રના માર્બલ બોર્ડનું નિર્માણ કરાવવાનો લાભ મનિષકુમાર અરવિંદભાઈ શાહ દ્વારા લેવાયો હતો ઉપરાંત સમગ્ર જિનદર્શન સંકુલને માર્બલથી મઢાવવાનો લાભ ભાવેશકુમાર રમેશચંદ્ર શાહ તથા સ્ટેનલેસ સ્ટીલની જાળીથી સુશોભિત કરવાનો લાભ શ્રીમતી રાજુલબેન નયનકુમાર દેસાઈદ્વારા લેવામાં આવ્યો હતો આ સમગ્ર આયોજનમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટ નયનકુમાર ભરતભાઈ દેસાઈ તથા ટ્રસ્ટીઓ અને આગેવાનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો, શ્રાવક-શ્રાવિકાઓ તથા પ્રાંતિજના નાગરિકોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો શ્રી પ્રાંતિજ પાંજરાપોળ ખોડાઢોર સંસ્થામાં નિર્મિત આ નૂતન જિનદર્શન સંકુલ ધાર્મિક આસ્થા, સંસ્કાર અને જૈન ધર્મના મૂલ્યોના પ્રસાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે તેવી લાગણી ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કરી હતી