પ્રાંતિજ ખાતે સી.એચ. દેસાઈ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી
– આયુર્વેદિક વૃક્ષો સહિત ના વૃક્ષો નુ વૃક્ષારોપણ કરવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સી.એચ. દેસાઈ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી



પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત આઈટીઆઈ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થાના તમામ સ્ટાફગણ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સંકુલ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન આયુર્વેદિક તેમજ પર્યાવરણને અનુકૂળ વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું ઉપસ્થિતોએ વૃક્ષોનું જતન કરી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સંકલ્પ પણ લીધો હતો આ પ્રસંગે સંસ્થાના આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે વૃક્ષો માનવ જીવન માટે અમૂલ્ય સંપત્તિ સમાન છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતોવૃક્ષારોપણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં સંસ્થાના સ્ટાફગણમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો