પ્રાંતિજ સરકારી આઈટીઆઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો







વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા હેતુ સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલી સરકારી આઈટીઆઈમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાંતિજ ખાતે ‘ એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, અધિકારીઓ અને પર્યાવરણપ્રેમી નાગરિકોએ ભાગ લીધો હતો સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠા સામાજિક વનીકરણ રેન્જ, પ્રાંતિજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશવ્યાપી આહવાન ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સાકાર કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું “મા કે નામ એક પેડ, આવતી પેઢીઓ માટે અમૂલ્ય ઉપહાર”ના સંદેશ સાથે પર્યાવરણ જાળવણી માટે સૌને પ્રેરણા આપવામાં આવી હતી કાર્યક્રમમાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજના મામલતદાર સંજયભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી હનીબેન સિસોદિયા, નગરપાલિકા કોર્પોરેટર મહેન્દ્રસિંહ મકવાણા , વન વિભાગના આર.એફ.ઓ., પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ , સામાજિક આગેવાનો તેમજ પર્યાવરણપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આઈટીઆઈ કેમ્પસમાં લીમડો, આંબો, સરગવો સહિત વિવિધ આયુર્વેદિક અને પર્યાવરણ માટે ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ સાથે વૃક્ષોના સંરક્ષણ અને જતન માટે પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ અંતે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષોનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને હરિયાળું પર્યાવરણ નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી