fbpx

મુંબઈના એક વ્યક્તિએ રૂ. 15682ની ભૂલ કરી, પરંતુ ઓટો ડ્રાઈવરની પ્રમાણિકતાએ લોકોનું દિલ જીતી લીધું

Spread the love

મુંબઈના એક વ્યક્તિએ રૂ. 15682ની ભૂલ કરી, પરંતુ ઓટો ડ્રાઈવરની પ્રમાણિકતાએ લોકોનું દિલ જીતી લીધું

જો તમારે રૂ. 156 ચૂકવવાના છે અને તમે રૂ. 15,000 ચૂકવી દો છો તો, તમારું મન પૈસા પાછા કેવી રીતે મેળવવા તેના પર કેન્દ્રિત થશે. પરંતુ જો આ વધારાના પૈસા એક પ્રામાણિક ઓટો ડ્રાઈવરને મળ્યા હોય, તો તે ચોક્કસપણે તેને પાછા આપશે. એક CEO સાથે પણ કંઇક આવું જ બન્યું. CEOએ લિંક્ડઈન પર આ આખી ઘટનાને શેર કરી છે.

તમે એવી ઘણી વાર્તાઓ સાંભળી હશે જેમ કે, ‘હું ઉતાવળમાં હતો, તેથી મેં રૂ. 40 ને બદલે રૂ. 4,000 ચૂકવી દીધા.’ કેટલાકને તેમના પૈસા પાછા મળે છે, કેટલાકને નથી મળતા. પરંતુ જ્યારે રકમ રૂ. 15,000 હોય છે, ત્યારે તે પાછા મળવાની શક્યતા ખુબ જ ઓછી હોય છે. જો મુંબઈના CEOને કંઇક આવો જ અનુભવ થઇ ગયો હોતે, જો તેને આપેલા પૈસા પાછા ન મળ્યા હોત તો.

Mumbai-Auto-Driver

આ પોસ્ટ સ્થાપક અને CEO શુભમ ગુને દ્વારા બનાવવામાં આવી હતી. તેણે પોસ્ટની શરૂઆતમાં જ એવું લખ્યું હતું કે, તેણે ભૂલથી ઓટો ડ્રાઈવરને રૂ. 15,682 આપી દીધા હતા, પરંતુ તેને તેની ખબર નહોતી કારણ કે તે સ્ક્રીન પર જોયા વિના ક્લાયન્ટને મળવાની ઉતાવળમાં નીકળી ગયો હતો.

Mumbai-Auto-Driver2

તે લખે છે, ‘આ મીટિંગ બિલકુલ સારી નહોતી રહી. આ વિચારીને, હું નીચે ઉતરી રહ્યો હતો. હું બરાબર એ જ જગ્યાએથી નીકળ્યો હતો જ્યાં ઓટોએ મને ઉતાર્યો હતો.’ શુભમને આશ્ચર્ય થયું, કારણ કે તે જ ઓટો ડ્રાઇવર ત્યાં રાહ જોઈને ઉભો હતો. તેણે મારા માટે બીજી સવારીને છોડી દીધી હતી. ફક્ત એટલા માટે જ કે તેણે પૈસા પાછા આપવાના હતા. તેણે પૂરા 15682 રૂપિયા પાછા આપી દીધા હતા.

Mumbai-Auto-Driver3

શુભમ 156 રૂપિયા રાખવાનો આગ્રહ કરતો રહ્યો, પરંતુ તેણે ના પાડી. તેણે શુભમની તકલીફ સમજી લીધી હતી. ડ્રાઈવર અલ્તાફે જવાબ આપ્યો, ‘આ આપણા બંને માટે દિવસની શરૂઆત તો છે.’ જોકે, ક્લાયન્ટ એક અઠવાડિયા પછી સાથે કામ કરવા સંમત થઇ ગયો હતો. પછી શુભમે UPI દ્વારા અલ્તાફને 500 રૂપિયા મોકલ્યા હતા. ઘટના થોડી જૂની છે, પરંતુ શુભમે હવે તે શેર કર્યું છે.

Mumbai-Auto-Driver5

આ પોસ્ટમાં 2025નો સ્ક્રીનશોટ છે. આ જ કારણ છે કે લોકોને આ વાર્તા ખોટી લાગી રહી છે. જોકે, વાચકો ઓટો ડ્રાઈવરની પ્રશંસા કરી રહ્યા છે. લોકો માને છે કે, પ્રામાણિકતાનો કોઈ વૈકલ્પિક નથી હોતો.

Leave a Reply

error: Content is protected !!