fbpx

અપહરણ અને પોક્સો કેસમાં પ્રાંતિજ પોલીસની મોટી સફળતા

Spread the love

અપહરણ અને પોક્સો કેસમાં પ્રાંતિજ પોલીસની મોટી સફળતા

  • આરોપી અને ભોગ બનનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા

મહિલા અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં ફરાર આરોપીઓની ઝડપી શોધખોળ માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાનમાં પ્રાંતિજ પોલીસે અપહરણ અને પોક્સો કેસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે


નાચબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ ચાવડા (IPS), ગાંધીનગર વિભાગ, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા વિભાગીય પોલીસ અધિકારી ઇન્ચાર્જ હિંમતનગર વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના નેતૃત્વમાં પોલીસ ટીમે કામગીરી હાથ ધરી હતી તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર દલજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુકુમાર કાંતિલાલને બાતમી મળી હતી કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાર્ટ-એ નંબર 11209041260619/2026ના ગુનામાં સંડોવાયેલ આરોપી અને ભોગ બનનાર રાજસ્થાન રાજ્યના ટોકર ગામ ખાતે હોવાની માહિતી મળી હતી માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી કૌશિક અમરતભાઈ વાલ્મીકી રહે. સરસોલી, તા. બાયડ, જી. અરવલ્લી તેમજ ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી હતી ત્યારબાદ આરોપીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેઆમ, પ્રાંતિજ પોલીસે અપહરણ તથા પોક્સો જેવા ગંભીર ગુનામાં ભોગ બનનાર અને આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!