પ્રાંતિજ નજીક કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત
– કાર ચાલક અકસ્માત સર્જી કાર મુકીને ભાગી ગયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વદરાડ નજીક બાગાયત વિભાગ પાસે કાર અને એક્ટીવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે
પ્રાથમિક માહિતી મુજબ, પ્રાંતિજ તરફ આવી રહેલી કાર નંબર GJ09BM6208નું ટાયર અચાનક ફાટી જતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો પરિણામે કાર સામેથી આવી રહેલી એક્ટીવા નંબર GJ09ED2218 સાથે ધડાકાભેર અથડાઈ હતીઅકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટીવાનો કચડો બોલી ગયો હતો. એક્ટીવા પર તલોદ તરફ જઈ રહેલા પ્રાંતિજના રહેવાસી મહેન્દ્રભાઈ અરવિંદભાઈ ભાવસાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ટક્કરની અસરથી તેમનો જમણો હાથ શરીરથી અલગ થઈ ગયો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા તેમજ પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ 108ની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતોપ્રાથમિક તપાસમાં કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છેઆ દુર્ઘટનાથી સમગ્ર પ્રાંતિજ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે





