fbpx

થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

Spread the love

થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

તમારી પાસે 17 લાખ રૂપિયાની મહિન્દ્રા થાર છે. તમારી પાસે વાર્ષિક 42 હજાર રૂપિયાનો વીમો પણ છે. તમારી કારનો અકસ્માત થઇ જાય છે અને તમે તમારી વીમા કંપનીને ફોન કરો છો. એક સર્વેયર આવે છે અને કારના ફોટા લે છે અને ત્યાંથી નીકળી જાય છે. 7 દિવસ પછી, તમને વીમા કંપની તરફથી ખબર પડે છે કે તમારો દાવો નકારવામાં આવ્યો છે. હવે, તમારે ખિસ્સામાંથી કારને થયેલા 3.8 લાખ રૂપિયાના નુકસાનની ચૂકવણી કરવી પડશે. આ વાંચીને, તમને લાગશે કે આ ફરી પાછો ગ્રાહક ફોરમને લાગતો કેસ છે. ના, સાહેબ, પણ આ છે બેદરકારીભર્યો ક્લાસિક કેસ.

Insurance Claim

કાર વીમા દાવા નકારવાનો આ કિસ્સો પંજાબનો છે, જ્યાં હરપ્રીત સિંહે તેની મહિન્દ્રા થાર પર કંપની દ્વારા લગાવાયેલી હેડલાઇટ પર કાળો રંગ કરાવ્યો હતો. તેણે નવી LED DRL લાઇટ્સ પણ લગાવી હતી, હૂડ પર સ્નોર્કલ્સ લગાવી અને કાર પર મેટ ઓલિવ પર ફિલ્મ લગાવી. અકસ્માતનો દાવો મળતાં, કંપનીએ જણાવ્યું હતું કે, ‘વાહનની વિગતો વીમા પૉલિસીમાં આપેલી વિગતો સાથે મેળ ખાતી નથી. પૉલિસી આપતી વખતે કરવામાં આવેલા ફેરફારો જાહેર કરવામાં આવ્યા ન હતા.’

Modified Thar

વીમા કાયદાની કલમ 64VB મુજબ, મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરવામાં નિષ્ફળ જવાથી પૉલિસી અમાન્ય થઈ જશે. આનો અર્થ એ છે કે, વાહનમાં કોઈપણ ફેરફાર જે ફેક્ટરી ફિટમેન્ટથી અલગ હોય, જો વીમા કંપનીને જાહેર કરવામાં ન આવે, તો ગ્રાહકને નુકસાન સહન કરવું પડશે. આવા કિસ્સામાં, કોર્ટ પણ તમારી અપીલ સાંભળશે નહીં.

અમે આ કેસનો ઉલ્લેખ કર્યો છે, એનું કારણ એ છે કે, ભારતમાં મોટાભાગના વાહન માલિકો જાણતા નથી કે વાહનમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવાથી વીમાનો દાવો નકારી શકાય છે. પછી ભલે તે મોટા વ્હીલ્સ ઇન્સ્ટોલ કરવાનું હોય કે બોડી પર રંગીન ફિલ્મ લગાવવાનું હોય. ફેરફારો કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ વીમા કંપનીને તેની જાણ હોવી જોઈએ.

Insurance Claim

વીમા કંપની તમારા વાહનની વિગતો તેની સિસ્ટમમાં દાખલ કરશે અને તે મુજબ નવું વીમા પ્રીમિયમ નક્કી કરશે. જો તમે આ નહીં કરો, તો ફેરફારો તમને હસાવવાને બદલે રડાવશે. તેથી, તમારા વાહનમાં નવી LED લાઇટ લગાવતા પહેલા અથવા તેનો રંગ બદલતા પહેલા, બધી જરૂરી પરવાનગીઓ લો અને તમારી વીમા કંપનીને પણ જાણ કરો.

Leave a Reply

error: Content is protected !!