fbpx

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

Spread the love

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો છે. પોસ્ટ મુજબ, જો કોઈ કર્મચારી ફાળવેલ 30 મિનિટના લંચ બ્રેક કરતા એક મિનિટ પણ વધુ સમય લે છે, તો તેણે વધારાનો કલાક કામ કરવું પડશે. આ પોસ્ટ વાયરલ થતા જ તે એક ચર્ચાનો વિષય બની છે. લોકો કહી રહ્યા છે કે ઓફિસમાં કામ કરવું ટોક્સિક થતું જઇ રહ્યું છે તેના પર ટિપ્પણી કરી છે. ઘણા લોકોએ આ પોસ્ટ જોયા પછી ગુસ્સો વ્યક્ત કર્યો છે.

lunch-break

નોટિસમાં શું લખવામાં આવ્યું છે?

વાયરલ નોટિસમાં કર્મચારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે લંચ બ્રેકના સમયનું સંપૂર્ણપણે પાલન કરવું જોઇએ. તેમાં જણાવાયું છે કે જો કોઈ કર્મચારી 30 મિનિટને બદલે 31 મિનિટનો લંચ બ્રેક લે છે, તો તેણે સાંજે 6 વાગ્યા બાદ 7 વાગ્યા સુધી એટલે કે વધારાનો કલાક કામ કરવું પડશે. હદ તો ત્યારે થઇ ગઇ, જ્યારે નોટિસના અંતે ઝડપીથી ખાઓ જેવો મેસેજ લખેલો હતો.

lunch-break1

નોટિસ વાયરલ થતા જ, લોકોએ નિયમ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. ઘણા વપરાશકર્તાઓએ દલીલ કરી હતી કે લંચમાંથી પાછા ફરવામાં એક મિનિટ મોડા પડવાના બદલામાં વધારાના કલાક કામની માંગણી કરવી સંપૂર્ણપણે અન્યાયી છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે જો કોઈ કંપની આવો નિયમ લાગુ કરી શકે છે, તો કર્મચારીઓએ પણ સત્તાવાર ઓફિસ સમય પછી કામ કરેલા દરેક મિનિટ માટે એક કલાકનો પગાર માંગવો જોઈએ.

વિવાદ વચ્ચે, ઘણા લોકોએ નોટિસની સત્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે, આવું એટલે કારણ કે તેમાં કોઈ ચોક્કસ કંપનીનું નામ લખવામાં આવ્યું નથી.  જો કે, નોટિસ અસલી હોય કે નકલી, તેણે ઓફિસના નિયમો પર મોટી બહેસ છેડી દીધી છે.

Leave a Reply

error: Content is protected !!