fbpx

વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

Spread the love

વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો વધુ એક નવો મામલો સામે આવ્યો છે. રવિવારે યોજાનારી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) એટલે કે શિક્ષક પાત્રતા પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષાના આશરે 24 કલાક પહેલા જ થાણેમાંથી લીક થઈ ગયું હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે રવિવારે લેવાનારી TET પરીક્ષા રદ કરવામાં આવી છે, જોકે મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ તરફથી આ અંગે સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસને પેપર લીક થયું હોવાની ગુપ્ત માહિતીમળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લઈ થાણેમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્યાંથી લીક થયેલું પ્રશ્નપત્ર જપ્ત કરી લીધું છે. આ કૌભાંડના કનેક્શનમાં પોલીસે અત્યાર સુધીમાં કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે, પરંતુ તપાસના હિતમાં હજુ સુધી તેમના નામ કે ઓળખ જાહેર કરવામાં આવી નથી.

02

સૂત્રોએ જણાવ્યું છે કે શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં જ આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતી એક પ્રેસ નોટ જાહેર કરશે. આ મામલે સત્તાવાર નિર્ણય લેવાયા બાદ, શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાનું નવું અને સુધારેલું ટાઈમટેબલ પણ જાહેર કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

આ પ્રશ્નપત્ર કંઈ રીતે અને ક્યાંથી લીક થયું, તેમજ આ કૌભાંડ પાછળ અન્ય કેટલા લોકો સામેલ છે તે શોધવા માટે પોલીસ હાલમાં સઘન તપાસ ચલાવી રહી છે. શિક્ષણ વિભાગની સત્તાવાર જાહેરાત બાદ આ મામલે વધુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા છે.

આના પર કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું- મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક થઈ ગયું છે. કાલે આ પરીક્ષા થવાની હતી, જેને રદ્દ કરી દેવામાં આવી છે. ભાજપની સરકારમાં કોઈ એવું પેપર નથી, જે લીક નથી થતું. આ સરકાર પેપર લીક સરકાર બની ચૂકી છે.

error: Content is protected !!