fbpx

ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, ‘SIR’ બાબતે ભણાવાશે

Spread the love

ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ-9નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક બહાર પાડ્યું છે. NCERTએ ધોરણ-9ના નવા પુસ્તક ‘અંડરસ્ટેન્ડિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ’માં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં ‘કટોકટી’ પર એક નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે, ત્યારે સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરવામાં આવી છે. સાથે જ, બંધારણની પ્રસ્તાવના પણ મર્યાદિત કરવામાં આવી છે. તેની સાથે જ NCERTએ આ ધોરણ-9ના નવા સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ને સામેલ કર્યું છે; વિદ્યાર્થીઓ હવે SIR વિશે ભણશે. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. આપણે અગીં ધોરણ-9ના નવા સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં ઉમેરાયેલા પ્રકરણો અને બંધારણની પ્રસ્તાવના સંબંધિત અપડેટ્સ જોઈશું.

NCERTના ધોરણ-9ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકમાં બંધારણની પ્રસ્તાવના તો આપી છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે અગાઉ આપવામાં આવેલી વિગતવાર માહિતી દૂર કરવામાં આવી છે. અગાઉ, પ્રસ્તાવના પછીના લખાણમાં મુખ્ય શબ્દોની વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી, જેમ કે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, આ બધા શબ્દોના અર્થોની સારી રીતે સમજાવતા લખવામાં આવ્યું હતું. નવા પુસ્તકમાં, આ વિગતવાર સમજૂતીઓ દૂર કરવામાં આવી છે.

NCERT2

NCERTના ધોરણ-9ના નવા સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં વિદ્યાર્થીઓ ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા વિશે ભણશે. પુસ્તક સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે SIRનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ લાયક મતદાર બાકી ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ મતદાર યાદીમાં સામેલ ન થાય. તેમાં કહેવામાં આવ્યું છે કે 18 વર્ષના નવા મતદારોના નામ ઉમેરવામાં આવે છે, જ્યારે મૃત્યુ, રહેઠાણમાં ફેરફાર, ડુપ્લિકેટ નોંધણી અથવા અન્ય ભૂલોના કિસ્સામાં નામ દૂર કરવામાં આવે છે. પુસ્તકમાં એ પણ ઉલ્લેખ છે કે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થાય તે પહેલાં દાવાઓ અને વાંધા મંગાવવામાં આવે છે.

NCERTવના ધોરણ-9ના નવા સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં વેદો અને જ્ઞાનની પ્રાચીન ભારતીય પરંપરાનો સામેલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને હવે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વિશે શીખવવામાં આવશે. આ પુસ્તકમાં જણાવાયું છે કે વેદ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની મહત્ત્વપૂર્ણ આધારશીલા છે. વેદોના અભ્યાસ દ્વારા, ધર્મ, દર્શન, સમાજ, શિક્ષણ, સંગીત અને જીવન મૂલ્યો જેવા વિષયોનો અભ્યાસ કરવામાં આવશે. પુસ્તકોમાં વેદોને ભારતીય જ્ઞાન પરંપરામાં સૌથી જૂના શાસ્ત્રોમાંના કેટલાક તરીકે ઓળખાવે છે.

NCERT

આ નવું પુસ્તક મહિલા અનામતના મુદ્દાની પણ ચર્ચા કરે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મતદાનમાં મહિલાઓની વધુ ભાગીદારી હોવા છતા રાજકારણમાં તેમનું પ્રતિનિધિત્વ મર્યાદિત છે. સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારીના ઉદાહરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે શાસન વ્યવસ્થામાં મહિલાઓની વધુ ભાગીદારી સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

Leave a Reply

error: Content is protected !!