fbpx

મટન પછી દહીં ખાધું, દંપતીની તબિયત બગડી, પત્નીનો જીવ ગયો

Spread the love

મટન પછી દહીં ખાધું, દંપતીની તબિયત બગડી, પત્નીનો જીવ ગયો

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બાગલાન તાલુકાના આખતવાડે ગામમાં શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગનો કેસ નોંધાયો છે. રાત્રિભોજનમાં મટન ખાધા પછી દહીં ખાધું અને પછી એક ખેડૂત દંપતિની તબિયત અચાનક બગડી ગઈ. સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ થયું, જ્યારે પતિની હાલત ગંભીર છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બાગલાન તાલુકાના આખતવાડે ગામમાં શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગનો કેસ નોંધાતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

Mutton Curd

ખાવાનું ખાધા પછી તરત જ દંપતિની તબિયત અચાનક બગડી ગઈ. સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું, જ્યારે તેના પતિની હાલત ગંભીર છે. અહેવાલો અનુસાર, 68 વર્ષીય દ્વારકાબાઈ હયાલીજ અને તેના 78 વર્ષીય પતિ શાંતારામ હયાલીજ ઘરે મટન ખાધું હતું. ત્યારપછી તેઓએ દહીં પણ ખાધું. થોડા જ સમયમાં, બંને અસ્વસ્થતા અનુભવવા લાગ્યા અને તેમની તબિયત ઝડપથી બગડી ગઈ.

પરિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા. ડોક્ટરોએ સારવાર શરૂ કરી, પરંતુ દ્વારકાબાઈ હયાલીજનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. શાંતારામ હયાલીજ હાલમાં માલેગાંવની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત ગંભીર છે અને તેમની તબીબી દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી રહી છે.

Mutton Curd

વહીવટીતંત્રનું કહેવું છે કે, આ બંનેની તબિયત કયા કારણે બગડી તે કહેવું ઘણું વહેલું ગણાશે. સાવચેતી રૂપે, ખોરાકના નમૂનાઓને પુણેની પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવી ચુક્યા છે. પ્રયોગશાળાના અહેવાલ પછી જ એ સ્પષ્ટ થશે કે, આ કેસ ફૂડ પોઇઝનિંગને કારણે હતો કે તેનું કોઈ અન્ય કારણ પણ હતું.

સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, તપાસ અહેવાલ મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા વૈજ્ઞાનિક તપાસના પરિણામોની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

error: Content is protected !!