fbpx

પગના દુ:ખાવા માટે રૂ. 24માં બે બામ ખરીદેલા, પણ ડબ્બા ખાલી નીકળ્યા; 5 વર્ષ કેસ લડ્યો… હવે મળશે આટલું વળતર

Spread the love

પગના દુ:ખાવા માટે રૂ. 24માં બે બામ ખરીદેલા, પણ ડબ્બા ખાલી નીકળ્યા; 5 વર્ષ કેસ લડ્યો... હવે મળશે આટલું વળતર

રકમ ભલે માત્ર ₹24 હતી, પરંતુ મુદ્દો ગ્રાહક અધિકારો અને ન્યાયનો હતો. કાનપુરના રહેવાસી સુધીન્દ્ર મિશ્રાને બે ખાલી બામના ડબ્બાના કેસમાં લગભગ પાંચ વર્ષ સુધી કાનૂની લડાઈ લડી. આખરે, તેમની મહેનત રંગ લાવી, અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે તેમના પક્ષમાં ચૂકાદો આપતા તેમને ન્યાય અપાવ્યો.

 આ ઘટના ઓગસ્ટ 2020ની છે. પગના દુ:ખાવાથી રાહત મેળવવા માટે, સુધીન્દ્ર મિશ્રાએ કાનપુરના રાવતપુરમાં એક મેડિકલ સ્ટોરમાંથી ₹12-12માં ‘ફાસ્ટ રિલીફ પેઈન કિલર બામ’ના બે ડબ્બા ખરીદ્યા હતા, પરંતુ, ઘરો પહોંચીને પેકેજ ખોલતાં તેઓ ચોંકી ગયા; બંને ડબ્બા સંપૂર્ણપણે ખાલી હતા. તેમાં ન તો બામ હતા કે ન તો ઢાંકણા હતા. આ જાણ થતા તેણે તરત જ મેડિકલ સ્ટોરના સંચાલકનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી.

consumer court

 સુધીન્દ્ર મિશ્રાએ આરોપ લગાવ્યો કે ફરિયાદને ગંભીરતાથી લેવાને બદલે, દુકાનદારે એમ કહીને મોઢું ફેરવી લીધું કે તે ઉત્પાદક કંપનીનો મામલો છે અને તે તેના વિશે કંઈ કરી શકતો નથી. ઘણી વખત ફરિયાદો અને ઉકેલ માટે માંગણીઓ છતા ન તો તેમને કોઇ ડબ્બા આપવામાં આવ્યા કે ન તો તેના 24 રૂપિયા પાછા આપવામાં આવ્યા. ત્યારે તેમણે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો.

 જુલાઈ 2021માં, તેમણે મેડિકલ સ્ટોર માલિક અને બામ ઉત્પાદક કંપની બંને સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ નોંધાવી. સુનાવણી દરમિયાન મેડિકલ સ્ટોરે દલીલ કરી હતી કે તેની ભૂમિકા ફક્ત ઉત્પાદન વેચવાની છે, જ્યારે ઉત્પાદન અને પેકેજિંગની જવાબદારી કંપનીની છે.

 તો, કંપનીએ કમિશનને જણાવ્યું કરી કે જો ઉત્પાદનમાં ખામી હોય, તો ગ્રાહકે સીધી તેના ગુણવત્તા ખાતરી વિભાગને ફરિયાદ કરવી જોઈતી હતી. કંપનીએ કહ્યું કે જો આવી ફરિયાદ મળી હોત તો યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત. જો કે, કમિશનને બંને પક્ષો દ્વારા રજૂ કરાયેલી દલીલો પૂરતી લાગી નહોતી. તેના ચૂકાદામાં કમિશને જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહકને ખામીયુક્ત ઉત્પાદન વેચવામાં આવે છે અને તેમની ફરિયાદનો ઉકેલ ન આવે, તો તે સ્પષ્ટ સેવામાં ખામીમાં આવે છે.

pain relief balm

કમિશને વધુમાં જણાવ્યું હતું કે ઉત્પાદક કંપની ફક્ત એવી દલીલ કરીને જવાબદારી ટાળી નહીં શકે કે ફરિયાદ અલગ વિભાગમાં નોંધાવવી જોઈતી હતી. કારણ કે મેડિકલ સ્ટોર કે કંપની ગ્રાહકના દાવાને સાબિત કરવા માટે નક્કર પુરાવા રજૂ કરી શક્યા નથી, તેથી બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા.

તેના આદેશમાં, કમિશને નિર્દેશ આપ્યો હતો કે સુધીન્દ્ર મિશ્રાને બામની કિંમત ₹24 કેસ દાખલ થયાની તારીખથી 7% વાર્ષિક વ્યાજ સહિત પરત કરવામાં આવે. આ ઉપરાંત, માનસિક યાતના, સમયની બરબાદી અને કેસના ખર્ચની ભરપાઇ માટે ₹40,000નું વળતર આપવામાં આવો.

 આ ચૂકાદો એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે કે, ગ્રાહક અધિકાર માત્ર મોટી રકમ વાળા કેસો સુધી મર્યાદિત નથી. જો કોઈ વ્યક્તિ તેમના અધિકારો પ્રત્યે જાગૃત રહે છે અને સતત ન્યાય માટે પ્રયાસ કરે, તો એક નાની ફરિયાદ પણ મોટો ચૂકાદો અપાવી શકે છે. સાથે જ આ નિર્ણય દુકાનદારો અને કંપનીઓ માટે પણ ચેતવણી છે કે ગ્રાહકોની ફરિયાદોને અવગણવી મોંઘી પડી શકે છે.

Leave a Reply

error: Content is protected !!