fbpx

ટ્રેનના ‘સુહાગરાત’ કોચના મામલે હોબાળો, વીડિયો વાયરલ થયા બાદ TC સસ્પેન્ડ

Spread the love

ટ્રેનના 'સુહાગરાત' કોચના મામલે હોબાળો, વીડિયો વાયરલ થયા બાદ TC સસ્પેન્ડ

ભારતીય રેલવેની એક ટ્રેનમાં 1AC કોચની સજાવટ અંગેનો વિવાદ વધતો જઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ‘સુહાગરાત’ રૂમની જેમ શણગારવામાં આવેલા કોચનો એક વીડિયો વાયરલ થયા બાદ હવે રેલવે વહીવટીતંત્રએ સંબંધિત TC (ટિકિટ ચેકર)ને સસ્પેન્ડ કરી દીધા છે.

આ ઘટના 6 જુલાઈ, 2026ની છે, જ્યારે નંદીગ્રામ એક્સપ્રેસ (ટ્રેન નં. 11002)માં મુસાફરી કરી રહેલા એક દંપતીએ તેમની મુસાફરીને ખાસ બનાવવા માટે ઓનલાઈન એક ખાનગી ડેકોરેટરને કામ પર રાખ્યો હતો. આ ડેકોરેટરે ટ્રેનની અંદર જઇને તેના આખા કોચને સુહાગરાતના રૂમની જેમ શણગાર્યો હતો.

વીડિયો સામે આવ્યા પછી રેલવે વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે, આ ઘટનાને ગંભીર સુરક્ષા ભૂલ માની છે. આ બેદરકારીને કારણે સંબંધિત સ્ટાફ સભ્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, અને આ બાબતની વિગતવાર વિભાગીય તપાસ માટે આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

AC-Train-Coach1

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરો દ્વારા તેમના કોચને શણગારવા સામે રેલવેને કોઈ વાંધો નથી. જો કોઈ મુસાફર આખી કેબિનબુક કરાવે છે અને તેને જાતે સજાવે છે, તો રેલવેનું કોઇ લેવુ-દેવું નથી; તે સંપૂર્ણપણે મુસાફરનો પોતાનો અધિકાર છે કે તેઓ કેવી રીતે મુસાફરી કરવા માંગે છે, અને આને કોઈપણ કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવતું નથી.

AC-Train-Coach

પરંતુ, આ મામલે વાસ્તવિક વિવાદ બાહ્ય ડેકોરેટર ટ્રેનમાં આવવાને લઇને થયો હતો. રેલવે વહીવટીતંત્રનું કહેવું છે કે ખાનગી ડેકોરેટરનો ફર્સ્ટ AC કોચમાં પ્રવેશ સંપૂર્ણપણે અનધિકૃત હતો. પરવાનગી વિના બહારનો વ્યક્તિ VIP કોચમાં પ્રવેશ કરવો સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. રેલવેએ જણાવ્યું છે કે તપાસ અહેવાલમાં સામે આવ્યા બાદો તથ્યો સામે આવશે, તેનો આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!