fbpx

નર્સે સ્પાય કેમેરાથી બનાવ્યા ડૉક્ટરના વીડિયો અને પછી રૂ. 2 કરોડની ખંડણી લીધી

Spread the love

નર્સે સ્પાય કેમેરાથી બનાવ્યા ડૉક્ટરના વીડિયો અને પછી રૂ. 2 કરોડની ખંડણી લીધી

65 વર્ષીય એક ડૉક્ટરે તેની જ હોસ્પિટલમાં કામ કરતી એક નર્સ પર અંદાજે ₹2 કરોડની ખંડણીનો આરોપ લગાવ્યો છે. આ ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લાની છે. ખાનગી હોસ્પિટલના ડૉક્ટરનો દાવો છે કે નર્સે તેને વર્ષો સુધી બ્લેકમેલ કર્યો હતો, નર્સ કથિત રીતે તેને ખોટા બળા*ત્કારના કેસમાં ફસાવવા, ખાનગી ફોટા અને વીડિયો વાયરલ કરવાની અને પતાવી દેવાની ધમકી આપતી હતી. પોલીસે હવે આરોપી નર્સની ધરપકડ કરી છે.

આજ તકના અહેવાલ મુજબ, નર્સે બધા આરોપોને નકારી કાઢ્યા છે. આરોપી, કમલા (ઉર્ફે કમલેશ), ડિસેમ્બર 2016થી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી રહી હતી. ડૉક્ટરનો આરોપ છે કે તે નાઇટ શિફ્ટ દરમિયાન ચા બનાવવાના બહાને વારંવાર તેના ખાનગી રૂમમાં આવતી-જતી હતી. આ દરમિયાન તેણે તેના મોબાઇલ ફોનમાં તેની ખાનગી તસવીરો કેદ કરી હતી.

ડૉક્ટરનો આરોપ છે કે નર્સ સતત તેને ધમકી આપતી હતી કે જો પૈસા ન આપ્યા ખાનગી ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેશે, ખોટો દુષ્કર્મનો કેસ દાખલ કરવાની અથવા તેને પતાવી દેવાની ધમકી આપતી હતી.

Nurse-arrested

ડૉક્ટરે જણાવ્યું છે કે તેઓ પોતાની પ્રતિષ્ઠા અને હોસ્પિટલની પ્રતિષ્ઠા બચાવવા માટે પૈસા ચૂકવતા રહ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે ડૉક્ટરે આરોપી નર્સને અત્યાર સુધીમાં આશરે ₹2 કરોડ ચૂકવ્યા છે.

આ રકમમાંથી, લગભગ ₹35 લાખ હોસ્પિટલના બેંક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ડૉક્ટરનો દાવો છે કે નર્સે તેમને ખાલી ચેક અને સ્ટેમ્પ પેપર પર સહી કરવા માટે દબાણ કર્યું હતું, જેને તેણે છુપાવીને રાખ્યા છે.

ફરિયાદમાં બીજો એક ગંભીર આરોપ સામે આવ્યો છે. કહેવામાં આવ્યું કે આરોપી નર્સે ડૉક્ટરને એક અલગ મોબાઇલ ફોન અને સિમ કાર્ડ આપ્યું હતું. તે ડૉક્ટરને 24 કલાક ચાલુ રાખવા મજબૂર કરતી હતી. આટલું જ નહીં, તેણે હોસ્પિટલના CCTV કેમેરાના પાસવર્ડ મેળવી લીધા હતા.

તેણે CCTV કેમેરા સાથે-સાથે અને મોબાઇલ ફોન દ્વારા ડૉક્ટરની દરેક ગતિવિધિ પર નજર રાખતી હતી. ડૉક્ટરનો દાવો છે કે જ્યારે તેઓ અમદાવાદ ગયા હતા, ત્યારે આરોપીએ તેને લગભગ 1,000 કોલ કર્યા હતા. જ્યારે તમણે કોલનો જવાબ આપ્યો નહીં, ત્યારે નર્સે હોસ્પિટલના અન્ય સ્ટાફને તેના ખાનગી ફોટા બતાવ્યા.

બીજી તરફ, પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ, આરોપી નર્સ કમલાએ તેના પરના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેનું કહેવું ડૉક્ટર પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બાબતે ટિપ્પણી કરતા બાડમેરના એડિશનલ SP નિતેશ આર્યએ જણાવ્યું હતું કે ડૉક્ટરની ફરિયાદના આધારે આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેના કબજામાંથી ₹17,000 પણ જપ્ત કર્યા છે, અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!