fbpx

માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ

Spread the love

માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ

ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી સામાન મંગાવવો એ સામાન્ય વાત છે, પરંતુ શું ખરેખર માત્ર ₹120 ની કિંમતના મોબાઇલ કવરના વિવાદ પર કોઈને સીધો જેલમાં મોકલી શકાય છે? મધ્ય પ્રદેશના પન્નાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વહીવટી સત્તાના કથિત દુરુપયોગથી બધા ચોંકી ગયા છે.

SDM1

આ ઘટના પન્ના જિલ્લા મુખ્યાલયથી 100 કિમી દૂર સ્થિત શાહનગરમાં બની હતી. શાહનગરમાં પોસ્ટેડ SDM રામનિવાસ ચૌધરી પર આરોપ છે કે, તેમણે એક ડિલિવરી બોય સાથે વિવાદ બાદ પોલીસ બોલાવીને તેને જેલ મોકલી આપ્યો. આ આખી ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનાથી હોબાળો મચી ગયો છે.

શાહનગરના SDM રામનિવાસ ચૌધરીએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી આશરે ₹120ની કિંમતના બે મોબાઇલ કવર મંગાવ્યા હતા. જ્યારે ડિલિવરી બોય વિજય કુશવાહા સામાન લઇને પહોંચ્યો, ત્યારે પેકેજમાં બેને બદલે ફક્ત એક જ કવર હતું. ડિલિવરી બોય વિજયે જણાવ્યું કે તેણે આ વિસંગતતાને લોજિસ્ટિક અથવા ટેકનિકલ ભૂલને કારણે ગણાવી હતી અને નિયમો અનુસાર વસ્તુ પરત કરવાની વાત કહી હતી. જોકે, એવો આરોપ છે કે SDM આનાથી ગુસ્સે થયા હતા અને ડિલિવરી બોય સાથે શાબ્દિક દુર્વ્યવહાર કર્યો હતો.

વિવાદ એટલો વધી ગયો કે શાહનગર પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને વિજય કુશવાહાની અટકાયત કરી અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) ની કલમ 170 હેઠળ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યા પછી તેમને પવાઈ સબ-જેલમાં મોકલી દીધો.

આ ઘટના બાદ, પીડિત ડિલિવરી બોયે એક વીડિયો રેકોર્ડ કરીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં લોકોએ વહીવટી અધિકારીના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે. આ બાબતે ટિપ્પણી કરતા, શાહનગર પોલીસ સ્ટેશનના પ્રભારી પરશુરામ દાવરે જણાવ્યું હતું કે SDMની ઓફિસમાંથી માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ રવાના કરવામાં આવી હતી. SDMએ ફરિયાદ કરી હતી કે ડિલિવરી બોયે તેની સાથે અભદ્રતા કરી છે, અને તે ફરિયાદના આધારે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ, પીડિત યુવક સ્પષ્ટપણે જણાવે છે કે કંપનીની ભૂલની સજા તેને ભોગવવી પડી અને તેની સાથે અન્યાય થયો છે.

SDM2

આ પહેલી વાર નથી જ્યારે શાહનગરના SDM રામનિવાસ ચૌધરી વિવાદમાં ફસાયા હોય; તેઓ અગાઉ પણ વિવિધ વિવાદોને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. વાયરલ વીડિયો બાદ આ મામલો હવે ગરમાયો છે, અને તે વ્યાપક ચર્ચાનો વિષય બની ગયો છે. શાહનગરના TI પરસરામ દાવરે જણાવ્યું હતું કે SDM દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ડિલિવરી બોયે તેમની સાથે અભદ્રતા કરી, જેના આધાર પર નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી.

Leave a Reply

error: Content is protected !!