પ્રાંતિજ સ્ટેટ બેંક દ્વારા નિવૃત શિક્ષકોનું સન્માન
- પેન્શનરોને અપાતી સેવાઓની કરાઈ પ્રશંસા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકમાં આવતા પેન્શનરોને સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે સેવા આપી રહેલા નિવૃત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું
પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર મા આવેલ સ્ટેટ બેંક મા પેન્શનરોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ તેમને જરૂરી માર્ગદર્શન અને સહાયતા મળી રહે તે માટે નિવૃત શિક્ષકો દ્વારા આપવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી સ્ટેટ બેંક દ્વારા તેમને મોમેન્ટો અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પાંચ નિવૃત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રમણભાઈ કે. વણકર, અરવિંદકુમાર ડી. રાવલ, મીઠાભાઈ પી. પટેલ, કનુભાઈ એમ. પરમાર અને રસિકભાઈ પટેલનો સમાવેશ થાય છે કાર્યક્રમ દરમિયાન બેંક મેનેજર સત્યમ કુમાર , રાવ સાહેબ સહિત બેંકના સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોએ સન્માનિત શિક્ષકોની સેવાભાવનાને બિરદાવી તેમના યોગદાનની પ્રશંસા કરી હતી











