fbpx

પ્રાંતિજના વાઘપુર પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

Spread the love

પ્રાંતિજના વાઘપુર પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી



સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની વાઘપુર પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોનું સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે શાળાના એસએમસી અધ્યક્ષ તેમજ વાઘપુર ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદસિંહ ચૌહાણ, એસએમસીના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગુરુના મહિમા વિશે માર્ગદર્શન આપ્યું અને જીવનમાં શિક્ષકોના સ્થાનનું મહત્વ સમજાવ્યુંવાલીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાના બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના, સંસ્કાર અને શિક્ષણના મૂલ્યોને ઉજાગર કરતો રહ્યો હતો. કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉપસ્થિત સૌએ શાળાની કામગીરીની પ્રશંસા કરી હતી.

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!