પ્રાંતિજ ના કતપુર ગામના દેવીપૂજક મહોલ્લામાં ગટર લાઈન કામગીરીમાં બેદરકારીના આક્ષેપ
– અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના કતપુર ગામના દેવીપૂજક મહોલ્લામાં ચાલી રહેલી ગટર લાઈનની કામગીરીમાં બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાકટર દ્વારા માત્ર અંદાજે ૨૦૦ ફૂટ જેટલી ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય રીતે પુરાણ કર્યા વગર પાઈપ નાખી દેવામાં આવ્યા છે


ગ્રામજનોના આક્ષેપ મુજબ ગટર લાઈન માટે લગભગ બે ફૂટ જેટલું ખોદકામ કરવામાં આવ્યું છે જેમાં પાઈપ નાખ્યા બાદ માટીનું પુરાણ કરવામાં આવ્યું નથી હાલ આ ખોદાયેલી લાઈનમાં કાદવ-કીચડ ભરાઈ ગયો છે, જેના કારણે ઘરના આંગણે રમતા નાના બાળકો માટે જોખમ ઊભું થયું છે સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ ત્રણ વર્ષ પહેલાં પણ આ વિસ્તારમાં ગટર લાઈન બનાવવામાં આવી હતી, પરંતુ તેમાં એક પણ ગટર કુંડી બનાવવામાં આવી નહોતી. પરિણામે જૂની ગટર લાઈનના પાઈપો તૂટી જતાં ચોમાસાની ઋતુ દરમિયાન ગંદકી ફેલાય છે અને લોકોના આરોગ્ય પર અસર થવાની ભીતિ રહે છે આ અંગે લીમલા સરપંચ કાળુસિંહને પૂછતા તેમણે જણાવ્યું હતું કે દેવીપૂજક મહોલ્લામાં ગટર સમસ્યાના ઉકેલ માટે સ્થાનિકોએ રજૂઆત કરી હતી ત્યારબાદ તાલુકા અધ્યક્ષને જાણ કરવામાં આવી હતી અને હાલ એડવાન્સ રકમમાંથી અંદાજે ૧૫૦ ફૂટથી વધુ લંબાઈની ગટર લાઈન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સરકાર તરફથી ગ્રાન્ટ મંજૂર થયા બાદ બાકી રહેલી સંપૂર્ણ ગટર લાઈનનું કામ પૂર્ણ કરવામાં આવશેજોકે, દેવીપૂજક મહોલ્લાના રહેવાસીઓનું કહેવું છે કે તેમના ઘરોની આગળ જ ગટર લાઈનનું ખોદકામ કરીને પાઈપ નાખવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા દસ દિવસથી કામ અધૂરું પડ્યું છે ગ્રામજનોએ આ કામગીરીને માત્ર વેઠ ઉતારવા જેવી ગણાવી છે અને તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ કરી છેસ્થાનિકોની માંગ છે કે ગટર લાઈનનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવે તેમજ પાણીના નિકાલ માટે ત્રણથી ચાર ગટર કુંડીઓ પણ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં ગંદકી અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળી શકે